Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંયમિત વાણી અને મન, તપ, આત્મ-ત્યાગ અને સત્યનિષ્ઠાના મહત્વ પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમાં તેમણે જણાવ્યું છે કે જે વ્યક્તિની વાણી અને મન સુસંયમિત તથા એકાગ્ર હોય છે, અને જેનું જીવન તપ, આત્મ-ત્યાગ અને સત્યનિષ્ઠાથી યુક્ત હોય છે, તે જીવનમાં સર્વોચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે.

પ્રધાનમંત્રીએ ‘X’ (ટ્વિટર) પર લખ્યું;

“यस्य वाङ्मनसी स्यातां सम्यक् प्रणिहिते सदा।

तपस्त्यागश्च सत्यं च स वै सर्वमवाप्नुयात्॥”

જે વ્યક્તિની વાણી અને મન હંમેશા સુસંયમિત અને એકાગ્ર હોય છે, અને જેનું જીવન તપ, આત્મ-ત્યાગ અને સત્યનિષ્ઠાથી ભરેલું હોય છે, તે નિઃશંકપણે જીવનમાં સર્વોચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે.

 

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]