Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘મેન્સ અંડર-19 એશિયા કપ 2026’ જીતવા બદલ ભારતીય મેન્સ અંડર-19 ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આ દિવસને ભારતીય ક્રિકેટ માટે એક અસાધારણ દિવસ ગણાવ્યો હતો. તેમણે યુવા ક્રિકેટરોના શાનદાર પ્રદર્શન અને ‘મેન્સ અંડર-19 એશિયા કપ 2026’ જીતવા બદલ તેમના પ્રત્યે અત્યંત ગર્વ વ્યક્ત કર્યો હતો. 
તેમની આ સફળતા અનેક યુવાનોને પ્રેરણા આપશે તેમ જણાવતા, પ્રધાનમંત્રીએ ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી હતી.

 પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું:

 “ભારતીય ક્રિકેટ માટે એક અસાધારણ દિવસ! 
આજના શાનદાર પ્રદર્શન અને ‘મેન્સ અંડર-19 એશિયા કપ 2026’ જીતવા બદલ આપણા યુવા ક્રિકેટરો પર ખૂબ જ ગર્વ છે. તેમની આ સફળતા અનેક યુવાનોને પ્રેરણા આપશે.

 ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.”

SM/IJ/JD