Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પંજાબના તરન તારનમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી 


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના તરન તારનમાં થયેલી એક દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. 

પ્રધાનમંત્રી કાર્યાલયે ‘X’ પર પોસ્ટ કર્યું: 

“પંજાબના તરન તારનમાં થયેલી દુર્ઘટનામાં લોકોના મૃત્યુના સમાચાર જાણીને દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના: પ્રધાનમંત્રી @narendramodi”

SM/IJ/JD