પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડ રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યની જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
ઝારખંડને આદિવાસી ગૌરવ, સાંસ્કૃતિક વિવિધતા અને પ્રાકૃતિક સંપત્તિના અનોખા સંગમ તરીકે વર્ણવતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે તેના ગાઢ જંગલો, મનોહર ધોધ અને ઐતિહાસિક સ્થળો તેની વિશિષ્ટ ઓળખને સમૃદ્ધ બનાવે છે, જ્યારે તેની પરંપરાઓ ભગવાન બિરસા મુંડાની વીરતા અને બલિદાનની ગાથાઓમાંથી સતત પ્રેરણા મેળવે છે. ખનિજ અને ઊર્જાથી લઈને હસ્તકલા અને પર્યટન સુધી રાજ્યમાં રહેલી અપાર સંભાવનાઓ પર પ્રકાશ પાડતા, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેના મહેનતુ અને પ્રતિભાશાળી નાગરિકોના સંકલ્પ અને સામર્થ્યના બળ પર ઝારખંડ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે, અને સૌના સુખ અને સમૃદ્ધિની કામના કરી હતી.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર શેર કર્યું:
“ઝારખંડના તમામ ભાઈઓ અને બહેનોને રાજ્યના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ!
આપણું આ રાજ્ય આદિવાસી ગૌરવ, સાંસ્કૃતિક વિવિધતા અને પ્રાકૃતિક સંપત્તિનો અનોખો સંગમ છે. અહીંના ગાઢ જંગલો, મનોહર ધોધ અને ઐતિહાસિક સ્થળો તેની વિશિષ્ટ ઓળખને સમૃદ્ધ બનાવે છે.
ભગવાન બિરસા મુંડા જીની વીરતા અને બલિદાનની ગાથાઓમાંથી અહીંની પરંપરાઓને સતત પ્રેરણા મળતી રહી છે.
ખનિજ અને ઊર્જાથી લઈને હસ્તકલા અને પર્યટન સુધી આ રાજ્યમાં અપાર સંભાવનાઓ છે.
મને વિશ્વાસ છે કે અહીંના મારા મહેનતુ અને પ્રતિભાશાળી પરિવારજનોના સંકલ્પ અને સામર્થ્યના બળ પર આ રાજ્ય વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શશે.
મારી કામના છે કે આ વિશેષ અવસર અહીંના તમામ લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી લઈને આવે.“
झारखंड के सभी भाई-बहनों को राज्य के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं!
हमारा यह प्रदेश जनजातीय गौरव, सांस्कृतिक विविधता और प्राकृतिक संपदा का अनूठा संगम है। यहां के घने वन, मनोरम जलप्रपात और ऐतिहासिक स्थल इसकी विशिष्ट पहचान को समृद्ध करते हैं।
भगवान बिरसा मुंडा जी की वीरता और बलिदान की गाथाओं से यहां की परंपराओं को निरंतर प्रेरणा मिलती रही है।
खनिज और ऊर्जा से लेकर हस्तशिल्प और पर्यटन तक इस राज्य में अपार संभावनाएं हैं।
मुझे विश्वास है कि यहां के मेरे मेहनती और प्रतिभाशाली परिवारजनों के संकल्प और सामर्थ्य के बल पर यह प्रदेश विकास की नई ऊंचाइयों को छुएगा।
मेरी कामना है कि यह विशेष अवसर यहां के सभी लोगों के जीवन में सुख-समृद्धि और खुशहाली लेकर आए।
— Narendra Modi (@narendramodi) November 15, 2026
SM/NP/JD
झारखंड के सभी भाई-बहनों को राज्य के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं! हमारा यह प्रदेश जनजातीय गौरव, सांस्कृतिक विविधता और प्राकृतिक संपदा का अनूठा संगम है। यहां के घने वन, मनोरम जलप्रपात और ऐतिहासिक स्थल इसकी विशिष्ट पहचान को समृद्ध करते हैं। भगवान बिरसा मुंडा जी की वीरता और बलिदान की गाथाओं से यहां की परंपराओं को निरंतर प्रेरणा मिलती रही है। खनिज और ऊर्जा से लेकर हस्तशिल्प और पर्यटन तक इस राज्य में अपार संभावनाएं हैं। मुझे विश्वास है कि यहां के मेरे मेहनती और प्रतिभाशाली परिवारजनों के संकल्प और सामर्थ्य के बल पर यह प्रदेश विकास की नई ऊंचाइयों को छुएगा। मेरी कामना है कि यह विशेष अवसर यहां के सभी लोगों के जीवन में सुख-समृद्धि और खुशहाली लेकर आए।
— Narendra Modi (@narendramodi) November 15, 2026