પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2026-27 થી નાણાકીય વર્ષ 2030-31 સુધીના 16મા નાણાપંચના ચક્ર દરમિયાન રૂ. 1,141 કરોડના સૂચિત ખર્ચ સાથે કેન્દ્રીય ક્ષેત્રની યોજના “ટપાલ કામગીરી” ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશભરમાં પોસ્ટલ માળખાકીય સુવિધાઓને મજબૂત કરવાનો, કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો અને લોજિસ્ટિક્સ, ઈ-કોમર્સ તથા ડિજિટલ સેવા વિતરણની વધતી જતી જરૂરિયાતોને ટેકો આપવાનો છે.
ગ્રામીણ વિસ્તારોમાં 1,49,655 પોસ્ટ ઓફિસો સહિત 1.65 લાખ પોસ્ટ ઓફિસો ધરાવતા વિશ્વના સૌથી મોટા પોસ્ટલ નેટવર્કમાંના એક સાથે, ઇન્ડિયા પોસ્ટ ખાસ કરીને દૂરના અને વંચિત વિસ્તારોમાં ટપાલ, પાર્સલ, બેંકિંગ, વીમો અને અન્ય નાગરિક-કેન્દ્રિત સેવાઓના વિતરણ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે.
તેની મુખ્ય ટપાલ કામગીરી ઉપરાંત, ઇન્ડિયા પોસ્ટ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB), ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB), પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI), આધાર નોંધણી અને અપડેશન, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો દ્વારા પાસપોર્ટ સેવાઓ, KYC ચકાસણી સેવાઓ અને ડાકઘર નિર્યાત કેન્દ્રો (DNKs) દ્વારા ગ્રામીણ કારીગરોને સમર્થન જેવી પહેલો દ્વારા જાહેર સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે.
આ યોજના પોસ્ટલ માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણને સમર્થન આપશે, લાસ્ટ-માઇલ ડિલિવરીને મજબૂત કરશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપશે અને દેશભરમાં ગ્રાહક-કેન્દ્રિત સેવા વિતરણમાં વધારો કરશે. આ પ્રસ્તાવ ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વ્યાપક ઉદ્દેશ્યો સાથે પણ સુસંગત છે.
આ યોજના નાણાકીય વર્ષ 2026-27 થી નાણાકીય વર્ષ 2030-31 સુધીના પાંચ વર્ષના સમયગાળામાં અમલમાં મૂકવાનો ઇરાદો છે.
ટપાલ કામગીરી યોજનામાં નીચેની છ પેટા-યોજનાઓનો સમાવેશ થાય છે:
SM/DK/JD