પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2026-27 થી નાણાકીય વર્ષ 2030-31 સુધીના 16મા નાણાપંચના ચક્ર દરમિયાન કેન્દ્રીય ક્ષેત્રની યોજના, એસ્ટેટ્સ મેનેજમેન્ટ યોજના ચાલુ રાખવાના ટપાલ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ યોજના પાંચ વર્ષના સમયગાળામાં કુલ રૂ. 1,491 કરોડનો નાણાકીય ખર્ચ ધરાવે છે.
વ્યૂહાત્મક ઉદ્દેશ્ય:
આ યોજનાનો ઉદ્દેશ્ય ટપાલ વિભાગના એસ્ટેટ્સ માળખાકીય સુવિધાઓમાં વ્યાપક પરિવર્તન લાવવા અને તેનું આધુનિકીકરણ કરવાનો છે. તે ભારતની હેરિટેજ પોસ્ટલ ઇમારતોના સંરક્ષણની સાથે-સાથે પોસ્ટ ઓફિસો અને રહેણાંક કોલોનીઓના બાંધકામ, પુનઃનિર્માણ, નવીનીકરણ, એકસમાન બ્રાન્ડિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ આધુનિકીકરણ વ્યૂહરચના ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વ્યાપક વિઝન સાથે સુસંગત રહીને, ફર્સ્ટ-માઇલ ડિલિવરીને સીધો સહયોગ પૂરો પાડે છે, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપે છે અને દેશભરમાં નાગરિક કેન્દ્રિત સેવા વિતરણમાં વધારો કરે છે.
1.65 લાખ પોસ્ટ ઓફિસો (જેમાં ગ્રામીણ વિસ્તારોમાં 1,49,385 પોસ્ટ ઓફિસોનો સમાવેશ થાય છે) સાથે વિશ્વના સૌથી મોટા પોસ્ટલ નેટવર્કમાંના એક તરીકે, ઇન્ડિયા પોસ્ટ ટપાલ, બેંકિંગ (POSB/IPPB), વીમા (PLI), આધાર સેવાઓ, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો અને ડાકઘર નિર્યાત કેન્દ્રો (DNKs) દ્વારા ગ્રામીણ કારીગરોના સમર્થન માટે એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે.
અમલીકરણ સમયરેખા:
આ યોજના નાણાકીય વર્ષ 2026-27 થી શરૂ થઈને નાણાકીય વર્ષ 2030-31 સુધી પાંચ વર્ષના સમયગાળામાં તબક્કાવાર અમલીકરણ માટે સુનિશ્ચિત થયેલ છે.
મંજૂર કરાયેલ યોજનાના મુખ્ય ઘટકો:
SM/DK/JD