પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને પોર્ટુગલ વચ્ચે કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા માટે થયેલી સમજૂતીને મંજૂરી આપી છે.
આ સમજૂતી કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓને આવરી લે છે, જેમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ માહિતી, છોડ અને છોડના ઉત્પાદનોમાં વેપાર, ફોટોસેનિટરી સંબંધિત મુદ્દાઓમાં માહિતીનું આદાનપ્રદાન, તાલીમ કાર્યક્રમો, સેમિનાર તથા નિષ્ણાતો અને તજજ્ઞોની મુલાકાતો સામેલ છે.
આ સમજૂતી બંને દેશોના પ્રતિનિધિઓને સમાવતા સંયુક્ત કાર્યકારી જૂથની રચના પ્રદાન કરે છે, જેની કામગીરી વર્તમાન એમઓયુના અમલીકરણ પર નજર રાખવાની, કૃષિમાં સહકાર માટે નક્કર દરખાસ્તો કરવાની તથા કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં ભવિષ્યમાં સાથસહકાર માટે માર્ગદર્શિકતા અને પ્રાથમિકતા વિકસાવવાની રહેશે.
આ એમઓયુ પર જે દિવસે હસ્તાક્ષર થશે એ જ દિવસથી અમલી ગણાશે અને પાંચ વર્ષના ગાળા માટે માન્ય રહેશે તથા જ્યાં સુધી કોઈ પણ પક્ષ આ એમઓયુ પૂર્ણ થયાના છ મહિના અગાઉ લેખિતમાં તેને રદ કરવાના ઇરાદાની જાણકારી નહીં આપે ત્યાં સુધી દર પાંચ વર્ષે ઓટોમેટિક રિન્યૂ થઈ જશે.
AP/JKhunt/TR/GP