પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ઈન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રે ભારત અને સર્બિયા વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી કરાર (એમઓયુ)પરના હસ્તાક્ષરને કાર્યોત્તર મંજૂરી આપી હતી.
આ સમજૂતી કરારનો ઉદ્દેશ ભારત અને સર્બિયામાં આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સહકાર વધારવાનો તેમજ આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં બંને દેશોની ખાનગી કંપનીઓ, ક્ષમતા નિર્માણ કરતી સંસ્થાઓ, સરકારો તેમજ જાહેર અને ખાનગી સંસ્થાનો વચ્ચે સક્રિય સહકાર અને આદાન-પ્રદાનનું જતન કરવાનો છે.
TR