પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળના કેન્દ્રીય મંત્રી મંડળે ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ ક્ષેત્રે માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલય, ભારત તથા ફેડરલ ટ્રાન્સપોર્ટ સત્તામંડળ – જમીન અને દરિયાઈ, યુએઈ વચ્ચે થનારા હસ્તાક્ષર સંબંધી દ્વિપક્ષીય સહકાર અંગેના સમજૂતી કરારો (એમઓયુ) મંજૂર કર્યા છે.
પ્રસ્તાવિત એમઓયુ દ્વારા ભારત અને યુએઈ વચ્ચે પારસ્પરિક સહકાર, આદાનપ્રદાન અને જોડાણો વધારશે, તેમજ માળખાગત વિકાસમાં રોકાણની તકો વધારવામાં તથા પરિવહન ક્ષમતાની અસરકારકતા વધારવામાં યોગદાન આપશે. તે દેશમાં સુરક્ષિત, આર્થિક રીતે હળવા, અસરકારક અને પર્યાવરણીય દ્રષ્ટીએ યોગ્ય એવા માર્ગ વાહનવ્યવહારને પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે અને આગળ જતા બન્ને દેશોને આ ક્ષેત્રમાં સંગઠનાત્મક માળખાનું નિર્માણ કરવામાં સહાયરૂપ બનશે. આ સમજૂતી કરારોની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે:
a. માર્ગોના માધ્યમથી મુસાફરો અને નુરના આવાગમન માટે વાહનવ્યવહાર ટેકનોલોજી અને વાહનવ્યવહાર યોજના ક્ષેત્રમાં જ્ઞાન અને પરસ્પર સહકારનું આદાનપ્રદાન તથા વહેંચણી
b. માર્ગો/ધોરીમાર્ગોના બંધારણ અને નિયમન માટે માર્ગ બાંધકામ, ટેકનોલોજી અને ગુણવત્તાનું આયોજન, વહીવટ અને સંચાલન.
c. માર્ગ અકસ્માતો વડે થનારા મૃત્યુ અને ઈજાઓને ઘટાડવાના ઉદ્દેશથી માર્ગ સુરક્ષાને વિકસિત કરવાની યોજનાઓ તથા માર્ગ સુરક્ષા હસ્તક્ષેપ યોજનાઓ અને સંલગ્ન પ્રવૃતિઓ માટેની જાણકારી અને શ્રેષ્ઠ ઉપાયોનું આદાનપ્રદાન.
d. વપરાશકર્તા મુક્ત (ટોલ) સંબંધી મુદ્દાઓ; આધુનિક પદ્ધતિઓ, ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક ટોલ કલેકશન સિસ્ટમ સહિતની વપરાશકર્તા મુક્ત જકાત લાદવાની અને એકત્રીકરણની પદ્ધતિઓની જાણકારી અને શ્રેષ્ઠ ઉપાયોનું આદાનપ્રદાન.
e. માર્ગ અને પુલ નિર્માણમાં સંયુક્ત સંશોધન સહિતની વધુ સારી ટેકનોલોજી અને સામગ્રી અંગેના જ્ઞાનના ક્ષેત્રોનું આદાનપ્રદાન; અને
f. આર્થિક વિકાસ અને સાહજિક પરિવહનના આવાગમન માટેના ઉત્પ્રેરક તથા સક્ષમકર્તા તરીકે પરિવહન પાર્ક્સ, નૂર પરિવહન, પરિવહન વેરહાઉસીંગ અને વેલ્યુ એડેડ સેવાઓ (વીએએસ) ઊભી કરવા માટે રોકાણને પ્રોત્સાહન આપવા તથા આગળ વધારવા જ્ઞાન અને પારસ્પરિક સહકારનું આદાનપ્રદાન.
TR