Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સાયબર સિક્યુરિટીના ક્ષેત્રે ભારત અને વિયેતનામ વચ્ચે એમઓયુને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે સાયબર સિક્યુરિટીના ક્ષેત્રે ભારત અને વિયેતનામ વચ્ચેના સમજૂતી કરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી હતી. આ સમજૂતી કરાર પર ત્રીજી સપ્ટેમ્બર, 2016ના રોજ હનોઈ ખાતે ભારતની ઈન્ડિયન કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઈન) અને વિયેતનામમા જાહેર સુરક્ષા મંત્રાલયના સાયબર સિક્યોરિટી વિભાગ વચ્ચે હસ્તાક્ષર થયા હતા.

સમજૂતી

કરારનો ઉદ્દેશ ભારત અને વિયેતનામ વચ્ચે જ્ઞાન-માહિતીના આદાન-પ્રદાન અને ડિટેક્શનમાં અનુભવ માટે ઘનિષ્ઠ સહકાર તેમજ બંને દેશો વચ્ચે સાયબર સિક્યુરિટી સંબંધિત બનાવો અંગે ઠરાવ અને નિવારણનો છે.

સમજૂતી કરારના અમલને પગલે સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામમાં સાયબર સિક્યુરિટીના ક્ષેત્રે સંસ્થાકીય તેમજ ક્ષમતા નિર્માણ દ્વારા સાયબર સિક્યુરિટીના ક્ષેત્રમાં પરસ્પર નોંધપાત્ર લાભમાં પરિણમશે.