પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકે સહકારી બેંકો પાસેથી ટૂંકા ગાળાની પાક લોન લેનાર ખેડૂતો માટે નવેમ્બર અને ડિસેમ્બર, 2016ના બે મહિના માટે વ્યાજમાં માફી માટેના નિર્ણયને કાર્યોત્તર મંજૂરી આપી છે. આ નિર્ણય સહકારી બેંકોને નાબાર્ડ દ્વારા વધારાના પુનર્ધિરાણ પર નાબાર્ડ (રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક)ને વ્યાજમાં છૂટ પૂરી પાડે છે.
આખા ભારતમાં ખેડૂતો સહકારી બેંકો પાસેથી ટૂંકા ગાળાની પાક લોનનો લાભ લે છે, જેના માટે આ નિર્ણય અનુકૂળ રહેશે.
આ નિર્ણયનો આશય સહકારી બેંકોને સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે, જેણે ખેડૂતોને રવિ કામગીરી હાથ ધરવા રોકડ રકમની ઉપલબ્ધતામાં ઘટાડો થવાથી પડેલી મુશ્કેલીઓમાંથી બહાર આવવા સહકારી બેંકો પાસેથી સરળતાપૂર્વક પાક લોન મેળવવામાં મદદ કરી છે.
નવેમ્બર અને ડિસેમ્બર, 2016 માટે બે મહિના માટે વ્યાજની માફીના કારણે સહકારી બેંકોને પુનર્ધિરાણ માટે નાબાર્ડ મારફતે સહકારી બેંકોને વધારાના સંસાધનો પૂરાં પાડવામાં આવશે. આ સંસાધનો સહકારી બેંકો દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2016-17માં ખેડૂતોને આપવામાં આવશે. આ કામગીરી માટે રૂ 1060.50 કરોડની વધારાની નાણાકીય જવાબદારીઓની જરૂર પડશે. વ્યાજ માફી યોજના (આઇએસએસ)નો અમલ કરવા 2016-17 દરમિયાન કુલ રૂ. 15,000 કરોડનો ઉપયોગ થયો છે.
પૃષ્ઠભૂમિ:
a) ભારત સરકાર વર્ષ 2006-07થી વ્યાજ માફી યોજનાનો અમલ કરે છે, જે અંતર્ગત સરકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સહકારી બેંકો દ્વારા દર વર્ષે 7 ટકાના વ્યાજદરે ખેડૂતોને રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની પાક લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ખેડૂતે લોનની ઝડપી પુનઃચુકવણી પર રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની પાક લોન માટે વ્યાજમાં 3 ટકાની માફી આપવામાં આવી છે. એટલે ખેડૂતોને કથિત પાક લોન માટે અસરકારક રીતે 4 ટકા વ્યાજની ચુકવણી કરવી પડશે.
b) રૂ. 500 અને રૂ. 1000ની જૂની ચલણી નોટો કાયદેસર ચલણ તરીકે રદ થવાના કારણે અને મંડીઓમાં ખરીફ ઉત્પાદનોના વેચાણની આવક સામે પ્રાપ્ત થયેલા ચેકને વટાવવામાં ખેડૂતોને પડેલી મુશ્કેલીઓને કારણે તથા રવિ કામગીરી હાથ ધરવા પર્યાપ્ત રોકડની ખેંચ હોવાથી તથા ટૂંકા ગાળાની પાક લોનનું વ્યાજ ચુકવવાનું હોવાથી, ખાસ કરીને સહકારી બેંકોએ લાદેલા નિયંત્રણોને ધ્યાનમાં રાખીને, જે ખેડૂતોએ 01.04.2016થી 30.09.2016 વચ્ચે સહકારી બેંકો પાસેથી પાક લોન પૂરી લીધી હતી તેમને 2 મહિનાઓ એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર, 2016ના ગાળા માટે વ્યાજમાં માફી પૂરી પાડવામાં આવશે,.
c) રૂ. 1060.50 કરોડના વધારાના નાણાકીય સ્ત્રોતની જોગવાઈના કારણો આ મુજબ છે. (1) 01.04.2016થી 30.09.2016 વચ્ચે સહકારી બેંકોએ ખેડૂતોને આપેલી પાક લોન માટે 2 મહિના (નવેમ્બર અને ડિસેમ્બર) માટે વ્યાજમાં મુક્તિના ખર્ચને પૂર્ણ કરશે અને (2) ચાલુ નાણાકીય વર્ષમાં સહકારી બેંકોને ધિરાણ માટે રૂ. 20,000 કરોડના ટૂંકા ગાળાના ઋણ પર નાબાર્ડને વ્યાજમાં છૂટ અને વહીવટી ખર્ચ પૂરો પાડશે.
AP/J.Khunt/GP