Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાની ગાઈદિન્લ્યૂના જન્મ શતાબ્દી સમારોહનો શુભારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એ વાત પર ભાર મૂક્યો કે, દેશે સ્વતંત્રતા સંગ્રામની મહાન વિરાસતને અવશ્ય યાદ રાખવી જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ સંઘર્ષની વિરાસત અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની ઉપલબ્ધિઓ આગળની પેઢી સુધી પહોંચે. રાની ગાઈદિન્લ્યૂની જન્મ શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે સ્મારક સિક્કો જારી કર્યા બાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે, એ આપણું દુર્ભાગ્ય છે કે રાની ગાઈદિન્લ્યુ જેવી હસ્તિઓને અથવા તો યોગ્ય રીતે યાદ નથી કરાતા અથવા જાણી જોઈને ભૂલાવી દેવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાની ગાઈદિન્લ્યૂના યોગદાનનું સ્મરણ કર્યું. તેમને ‘રાનીમા’ જણાવતા શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમનું માનવું હતું કે નગા લોકોનો અંગ્રેજો સામેનો સંઘર્ષ દેશની એકતા અને અખંડિતતા માટેનો પણ સંઘર્ષ હતો. પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરમાં મહાત્મા ગાંધીનો સંદેશ ફેલાવવાનો શ્રેય પણ રાની ગાઈદિન્લ્યૂને આપ્યો.

તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે, સ્વતંત્રતા બાદ ઘણાં વર્ષો સુધી રાની ગાઈદિન્લ્યૂ પોતાના ગામમાં પ્રવેશ કરી શક્યા નહોતા. તેમણે કહ્યું કે ભારતનું નિર્માણ રાજાઓ કે શાસકોથી નહિં પરંતુ અહિંના લોકોથી થયું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પ્રકૃતિ સાથે સામંજસ્યથી રહેવા પર રાનીમાના વિચાર આજે જળવાયુ પરિવર્તનની સમસ્યા સહન કરી રહેલા વિશ્વ માટે એક ઉત્તર બની શકે તેમ હતો.

પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરના વિકાસ માટે તેમની સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓ વિશે જણાવ્યું. તેમણે ફરીથી કહ્યું કે પૂર્વોત્તરની પ્રગતિથી પૂરા રાષ્ટ્રના વિકાસને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે હાલમાં જ બાંગ્લાદેશ સાથે થયેલી ભૂમિ સીમા સમજૂતિથી આ ક્ષેત્રનો સંપર્ક બાકીના દેશ સાથે વધારવામાં મદદ મળશે. તાજેતરમાં જ થયેલી નગા શાંતિ સમજૂતિના વિષયમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારના પ્રયાસોને કારણે જ આ પ્રકારની સમજૂતિ સંભવ બની શકી છે.

આ પ્રસંગે નગાલેન્ડના રાજ્યપાલ શ્રી પી. બી. આચાર્ય, નગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી ટી. આર. ઝિલિયાંગ, મણિપુરના મુખ્યમંત્રી શ્રી ઓ. ઈબોબી સિંહ અને કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથ સિંહ, શ્રી અરૂણ જેટલી, ડૉ. મહેશ શર્મા તથા ડૉ. જિતેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા.

UM/AP/J.Khunt/GP