Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અબુધાબીના મસદર શહેરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ અબુધાબીના મસદર શહેરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ અબુધાબીના મસદર શહેરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ અબુધાબીના મસદર શહેરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ અબુધાબીના મસદર શહેરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ અબુધાબીના મસદર શહેરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ અબુધાબીના મસદર શહેરની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૧૭ ઓગસ્ટ,૨૦૧૫ના રોજ અબુધાબીના યોજનાબદ્ધ શહેર મદસરની મુલાકાત લીધી હતી. આ શહેર સૌર ઉર્જા અને પુનઃપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો પર નિર્ભર છે.

મદસર શહેરમાં ઉદ્યોગ જગતના નેતાઓ સાથે યોજાયેલી ગોળમેજી બેઠકમાં પ્રધાનમંત્રીઓ ભારતને રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ દર્શાવવા જોરદાર રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં ૧ ટ્રિલિયન ડોલરની તત્કાલ રોકાણ તકો ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં હવે પૂર્ણ બહુમતિ વાળી નિર્ણાયક સરકાર છે તેમજ રેલવે, રક્ષા વિનિર્માણ, વીમા જેવા ઘણા ક્ષેત્રોને વિદેશી રોકાણ માટે ખોલી દેવાયા છે. તેમણે પુનઃપ્રાપ્ય ઉર્જા, બંદર દ્વારા તેમજ ઓછા ખર્ચવાળા ઘરોને રોકાણ માટેના ઉત્તમ ક્ષેત્રો દર્શાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભારતને તકોની ભૂમિ તરીકે વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતના ૧૨૫ કરોડ લોકોને માત્ર બજાર તરીકે ન જોવા જોઈએ, પરંતુ એક શકિત તરીકે જોવા જોઈએ. તેમણે ઉમેર્યુ હતું કે આઈએમએફ અને વિશ્વ બેંક જેવી એજન્સીઓ ભારતને વિકાસની અપાર સંભાવનાઓ સાથેની ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે જુએ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણાં લોકો ૨૧મી સદીને એશિયાની સદી તરીકે વર્ણવે છે. તેમણે કહ્યું કે જો ભારત અને યુએઈ સાથે કામ કરે તો એશિયન સદીને વાસ્તવિક બનાવી શકે. યુએઈ એશિયન સદીનું આર્થિક ક્ષેત્ર બની શકે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ આર્થિક પરિપ્રેક્ષ્યમાં અટવાયેલા તમામ બાબતોનો નિકાલ લાવવા માટે યથા સંભવ પ્રયત્ન કરશે.

આ પહેલા પ્રધાનમંત્રીએ મદસર શહેરના અધિકારીઓ સાથે શહેરની એક કલાક મુલાકાત લીધી હતી. અધિકારીઓએ તેમને યોજનાના વિવિધ તબક્કાઓ વિશે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી પીઆરટી (પર્સોનલ રેપીડ ટ્રાન્ઝિટ)ની સવારી પણ કરી. આ વાહન ચાલક વિના મેગ્નેટીક પટ્ટી પર એક સ્થાનથી બીજા સ્થાને પહોંચે છે.

પ્રધાનમંત્રીએ માઈક્રો નેનો ફ્રેબ્રિકેશન સુવિધા તથા માઈક્રોસ્કોપી પ્રયોગશાળાને પણ જોઈ. પ્રધાનમંત્રીએ શહેરના સાર્વજનિક સ્થળોને પણ જોયા અને તેમને ટકાઉ ભવન નિર્માણની પ્રક્રિયા તથા વાસ્તુ સંબંધિત તત્વોની પણ જાણકારી આપવામાં આવી.

મસદર શહેરની એક કલાકની યાત્રામાં પ્રધાનમંત્રીનું ત્યાંના નિવાસીઓ અને વ્યવસાયિકો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત કરનારાઓમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો પણ હતા.

મસદર શહેરની ડિઝીટલ વિઝિટર બુકમાં પ્રધાનમંત્રીએ પોતાના હસ્તાક્ષર સાથે લખ્યું ‘ વિજ્ઞાન જીવન છે.’

UM/JK/DK