પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં ભારત અને રવાન્ડા વચ્ચે હવાઈ સેવા સમજૂતીને મંજૂરી આપવામાં આવી છે.
આ સમજૂતી ભારત અને રવાન્ડા વચ્ચે વિસ્તૃત વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિ આદાનપ્રદાનમાં વધારો કરવાની સંભવિતતા ધરાવે છે, જેની સાથે બંને દેશો વચ્ચે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પણ સંબંધ મજબૂત થશે. આ સમજૂતી બંને દેશો વચ્ચે સતત અને સંવર્ધિત જોડાણ માટે સક્ષમ વાતાવરણ પૂરું પાડશે, ત્યારે વિસ્તૃત સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા બંને પક્ષે એરલાઇન્સોને વાણિજ્યિક તકો પૂરી પાડશે.