પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનાજની ખરીદીની કામગીરી માટે પંજાબ સરકારના લેગસી ફૂડ કેશ ક્રેડિટ એકાઉન્ટ્સ (પાક સિઝન 2014-15 સુધી)ની પતાવટ માટે તેની કાર્યોત્તર મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રીએ ખર્ચ વિભાગની આ દરખાસ્તને 02.01.2017ના રોજ (બિઝનેસ વ્યવહારો) નિયમો, 1961ના નિયમ 12 હેઠળ મંજૂરી આપી હતી.
અગાઉથી ચાલી આવતી સમસ્યાઓનું વહેલાસર નિરાકરણ લાવવાથી બેંકોને રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતોના વ્યાપક હિતમાં ફૂડ ક્રેડિટ વહેંચવામાં મદદ મળશે અને અનાજની ખરીદીની સતત કામગીરી દેશ માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે. પંજાબ સરકાર દ્વારા લેવામાં આવેલી ટર્મ લોન દ્વારા બાકી નીકળતી કેશ ક્રેડિટ લિમિટ્સ (સીસીએલ) એકાઉન્ટની પતાવટ વ્યાજની ચુકવણીની દ્રષ્ટિએ બચત કરશે. તેનાથી મૂડીગત ખર્ચ હાથ ધરવા પંજાબ સરકારને વધારે સંસાધનો સુલભ થશે.
પંજાબ સરકાર દ્વારા અનાજની ખરીદીની કામગીરી માટે લેગસી કેશ ક્રેડિટ એકાઉન્ટ્સ (પાક સિઝન 2014-15 સુધી) નીચે મુજબ સેટલ કરવામાં આવશેઃ
ક) ખરીફ માર્કેટિંગ સિઝન 2014-15 સુધીની સિઝન સાથે સંબંધિત પંજાબ સરકારના કેશ ક્રેડિટ એકાઉન્ટ્સમાં બાકી નીકળતી અંદાજે રૂ. 31,000 કરોડની રકમને ટર્મ લોનમાં ફેરવવામાં આવશે. આ ટર્મ લોન 20 વર્ષના ગાળામાં અર્ધવાર્ષિક હપ્તાઓમાં પુનઃચુકવવામાં આવશે, જેમાં પૂર્વ-ચુકવણીનો વિકલ્પ સામેલ હશે. લોનની શરતો અને નિયમો આરબીઆઈ અને ધિરાણ બેંકો દ્વારા નક્કી કર્યા મુજબ રહેશે.
ખ) લોનની ચોક્કસ રકમ 31.03.2015ના રોજ બાકી નીકળતી રકમ હશે, જે અનાજના સ્ટોક દ્વારા સુરક્ષિત કરવામાં આવી નથી. એસબીઆઈના નેતૃત્વમાં બેંકોના કન્સોર્ટિયમે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ, પંજાબ સરકાર અને આરબીઆઈ સહિત તમામ હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરીને રકમ નક્કી કરવી પડશે.
ગ) 14મા નાણાં પંચે દરેક રાજ્ય માટે તેના એવોર્ડ ગાળા 2015-20 માટે ફિસ્કલ રોડમેપ (રાજકોષીય માર્ગ) જણાવ્યો છે અને તમામ રાજ્યોને રાજકોષીય ખાધ રાજ્યની કુલ સ્ટેટ સ્થાનિક ઉત્પાદન (જીએસડીપી)ની 3 ટકા વાર્ષિક મર્યાદામાં જાળવવાનો લક્ષ્યાંક આપ્યો છે. ઉપરોક્ત ટર્મ લોન પંજાબ સરકારને ચાલુ નાણાકીય વર્ષ 2016-17માં લંબાવવાની દરખાસ્ત છે, પણ 2016-17માં પંજાબ સરકારને આપેલી ટર્મ લોનને રાજકોષીય ખાધની મર્યાદામાં ગણતરીમાં લેવામાં નહીં આવે.
ઘ) લાંબા ગાળાની ટર્મ લોનમાં લેગસી ખાતાઓના રૂપાંતરણ પછી પંજાબની રાજ્ય સરકાર લાંબા ગાળાની ટર્મ લોન ચુકવવાના આશય માટે જ બોન્ડ ઇશ્યૂ કરી શકે છે, જે બેંકોના કન્સોર્ટિયમ અને આરબીઆઈની મંજૂરીને આધિન હશે. બોન્ડ ઇશ્યૂ કર્યાના વર્ષમાં જ લોનના વિનિમય માટે ભારત સરકારની સંમતિ ઇશ્યૂ થશે.
ચ) ભારત સરકાર અને આરબીઆઈ સાથે પંજાબ સરકાર ત્રિપક્ષીય સમજૂતી કરશે, જે બદલી કે રદ નહીં કરી શકાય અને તે ભારત સરકારને બાદ કરવાની સત્તા આપશે. જો પંજાબ સરકાર નિયત તારીખે ટર્મ લોનની મુદ્દલ કે વ્યાજ ચુકવવામાં નિષ્ફળ નિવડશે, તો આ પ્રકારની ન ચુકવાયેલી રકમ કેન્દ્રીય કરવેરામાં રાજ્યના હિસ્સામાંથી મેળવવામાં આવશે અને તેને એસબીઆઈના નેતૃત્વમાં રચિત કન્સોર્ટિયમને ચુકવવામાં આવશે.
છ) 2014-15 સુધી લેગસી એકાઉન્ટ્સમાં બાકી નીકળતી રકમની પતાવટ એક જ કદમમાં કરવામાં આવશે. પંજાબ સરકાર વર્ષો દરમિયાન ભવિષ્યમાં સીસીએલ અંતરનો સંચય ટાળવા નિયમિત ધોરણે સીસીએલનો ફરક દૂર કરવા પર્યાપ્ત વાર્ષિક અંદાજપત્રીય જોગવાઈ પૂરી પાડશે. તે તેના પોતાના સંસાધનોમાંથી ટર્મ લોનની પુનઃચુકવણી કરવા તેનું સબસિડી બિલ ઘટાડવા પ્રયાસ પણ કરશે.
TR