Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિન પર ઉપભોક્તાઓને સલામ કરી; ઉપભોક્તાઓને ડિજિટલ વ્યવહારો અપનાવવા અપીલ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિન પર ઉપભોક્તાઓને સલામ કરી હતી અને વધુ ડિજિટલ વ્યવહારોને અપનાવવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિશ્વ ઉપભોક્તા અધિકાર દિન પર અમે ઉપભોક્તાઓને સલામ કરીએ છીએ, જેમની ખરીદીશક્તિ પર આપણું અર્થતંત્ર નિર્ભર છે.

ભારત સરકાર ઉપભોક્તાઓના અધિકારોનું સંરક્ષણ કરવા કેટલીક પહેલો હાથ ધરવામાં મોખરે છે અને તેમની ફરિયાદોનું સમાધાન કરવાની ખાતરી આપે છે.

આ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિન પર હું ઉપભોક્તાઓને ડિજિટલ વ્યવહારો અપનાવવા તથા ભ્રષ્ટાચાર અને કાળા નાણાંનો અંત લાવવાના અભિયાનમાં જોડાવા વિનંતી કરું છું.”

TR