Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને સર્બિયા વચ્ચે થયેલી નવી હવાઈ સેવા સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને સર્બિયા વચ્ચે 31 જાન્યુઆરી, 2003ના રોજ થયેલી વર્તમાન હવાઈ સેવાઓની સમજૂતી (એએસએ)ના અપડેશન માટે મંજૂરી આપવામાં આવી હતી. આ અપડેશન આધુનિક આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (આઇસીએઓ) ટેમ્પ્લેટ મુજબ થયું છે, જેમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આધુનિક ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે હવાઈ જોડાણ વધારવાનો છે.

2.નવી હવાઈ સેવાઓની સમજૂતીની મહત્વપૂર્ણ ખાસિયતો નીચે મુજબ છે:

(1) ખુલ્લાં આકાશને સર્બિયાની રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. હવે ભારતીય એરલાઇન્સ ભારતમાં કોઈ પણ પોઇન્ટમાંથી સર્બિયામાં કોઈ પણ પોઇન્ટ પર કામગીરી કરી શકશે. સર્બિયાની એરલાઇન્સ 4 મેટ્રો – નવી દિલ્હી, મુંબઈ અને 2 વધુ સ્થાનો પાછળથી નક્કી કરવામાં આવશે – સાથે સીધી કામગીરી સ્થાપિત કરી શકશે. રુટની આ અનુકૂળતા મારફતે કોઈ પણ વચ્ચેના અને તેનાથી આગળના પોઇન્ટને બંને પક્ષોની નિયુક્ત એરલાઈન્સ દ્વારા સેવા પણ આપી શકાશે.

(2) નિયુક્ત એરલાઇન્સ એકબીજાના પ્રદેશમાં વધુ ચાર પોઇન્ટને સ્થાનિક કોડ વહેંચણીની કામગીરી હાથ ધરવાનો અધિકાર આપશે અને રુટ શીડ્યુલમાં નક્કી કરેલા આ પોઇન્ટ ઉપરાંત આ 4 પોઇન્ટ કોઈ પણ સમયે નક્કી કરી શકાશે.

(3) દરેક પક્ષની નિયુક્ત એરલાઇન સમાન પક્ષ, અન્ય પક્ષ અને ત્રીજા દેશની નિયુક્ત એરલાઇન્સ સાથે સાથસહકાર સ્થાપિત કરવા માર્કેટિંગ સમજૂતી કરી શકે છે.

(4) તે સીધું જોડાણ પ્રદાન કરવાની સાથે ત્રીજા દેશની એરલાઇન્સ મારફતે જોડાણ પણ પ્રદાન કરશે, જે ભારતીય એરલાઇન્સ માટે પણ વ્યવહારિક હોઈ શકે છે.

(5) બંને દેશો એક કે વધારે એરલાઇન નિયુક્ત કરવાનો અધિકાર ધરાવશે. અગાઉની સમજૂતીમાં મહત્તમ બે એરલાઇન્સને બંને પક્ષ નિયુક્ત કરી શકતા હતા.

ભારત અને સર્બિયા વચ્ચે નવી અપડેટેડ અને ઉદાર હવાઈ સેવા સમજૂતી બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાની સંભવિતતા ધરાવે છે, જે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં થઈ રહેલી નવી નવી બાબતોને સુસંગત છે. તે સંવર્ધિત અને સાતત્યપૂર્ણ જોડાણ માટે વાતાવરણ પૂરું પાડવા સક્ષમતા પ્રદાન કરશે, ત્યારે બંને પક્ષોની એરલાઇન્સની સલામતી અને સુરક્ષા વધારી વાણિજ્યિક તકો પ્રદાન કરશે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે કોઈ જોડાણ નહોતું અને સંશોધિત સમજૂતી બંને દેશો વચ્ચે સ્થાપિત જોડાણ તરફ દોરી શકે છે.

Tr