Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબીનેટે અદાલતી ક્ષેત્રમાં સહકાર અંગે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અદાલતી ક્ષેત્રમાં સહકાર અંગેના ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સમજુતી કરારોને મંજૂરી આપી. આ કરારો બન્ને દેશો વચ્ચેની અદાલતોમાં પરસ્પર સહકારને પ્રોત્સાહન આપવા, વિકાસ કરવા અને મજબૂત બનાવવા ઉપર આધારિત છે.

આ કરારો અદાલતોના વિવિધ સ્તરે મુલાકાત, તાલીમ અને અને શૈક્ષણિક કાર્યક્રમોના આદાનપ્રદાન દ્વારા ન્યાયાધીશો અને અધિકારીઓ વચ્ચેના પારસ્પરિક સંબંધને વધારવામાં સહાયક બનશે. તે ન્યાય અને કાયદાના ક્ષેત્રમાં આધુનિક વિકાસને લગતી માહિતીના પારસ્પરિક આદાનપ્રદાનને પણ પ્રોત્સાહન આપશે. તે આ ક્ષેત્રમાં માળખાગત વ્યવસ્થા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જ્ઞાનનું આદાનપ્રદાન કરશે.

AP/J.Khunt/GP