મંત્રીમંડળે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માસ મીડિયાના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા એમઓયુને મંજૂરી આપી
05 Apr, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માસ મીડિયાના ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરારને મંજૂરી આપી હતી.
એમઓયુની ખાસિયતો
સહકારના મુખ્ય ક્ષેત્રો છે:
બંને દેશો માસ મીડિયા અને જન સંપર્કના ક્ષેત્રમાં અધિકારીઓની તાલીમ/અભ્યાસ પ્રવાસની સુલભતા કરશે.
માસ મીડિયા અને કમ્યુનિકેશનના ક્ષેત્રમાં શૈક્ષણિક, તાલીમ અને સંશોધન સંસ્થાઓ વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવું. ઉપરાંત આ સંસ્થાઓ દ્વારા પ્રકાશનોનું આદાનપ્રદાન સુલભ કરવું.
માસ મીડિયાની પ્રવૃત્તિઓના નિયમનના ક્ષેત્રમાં તથા માસ મીડિયા સાથે સંબંધિત આંકડાકીય ડેટામાં સહકાર સ્થાપિત કરવો અને વહેંચણીનો અનુભવ આપવો.
આદાનપ્રદાનના આધારે વ્યાવસાયિક ફરજોની કામગીરી માટે જરૂરી સ્થિતિ ઊભી કરવા ઓફિસ સ્થાપિત કરવા માન્યતા પ્રાપ્ત માસ મીડિયાના પ્રતિનિધિઓનું સન્માન કરવું.