પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે સવારે (8 સપ્ટેમ્બર, 2015) નવી દિલ્હીમાં ‘તાજી વૈશ્વિક ગતિવિધીઓઃ ભારત માટે અવસર’ પર વિચાર – વિમર્શ માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી, સરકાર અને ભારતીય રીઝર્વ બેંકના વરિષ્ઠ અધિકારી, ઉદ્યોગ જગતના પ્રતિનિધિ, વરિષ્ઠ બેંક કર્મચારીઓ અને જાણીતા અર્થશાસ્ત્રી તથા આ ક્ષેત્રના વિશેષજ્ઞો સહિત 40 જેટલા પ્રતિનિધિઓ સામેલ થશે.
બેઠકમાં હાલની આર્થિક ગતિવિધીઓના પ્રભાવ અને ભારત તેનો કેવી રીતે લાભ લઈ શકે છે તેના પર વિસ્તૃત વિચાર – વિમર્શ થવાની સંભાવના છે.