Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સાતમા કેન્દ્રીય પગાર પંચની અવધિ લંબાવાઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં આજે (26 ઓગષ્ટ, 2015) 7માં પગાર પંચની અવધિમાં 4 માસનો વિસ્તાર એટલે કે 31 ડિસેમ્બર, 2015 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે.

પૃષ્ઠ ભૂમિઃ

કેન્દ્ર સરકારે 7મા કેન્દ્રીય પગાર પંચનું ગઠન 28 ફેબ્રુઆરી, 2014ના રોજ કર્યું હતું. આયોગનું ગઠન તા. 28 ફેબ્રુઆરી, 2014ના જે પ્રસ્તાવ દ્વારા કરાયું હતું તે અનુસાર તેના ગઠનની તારીખથી 18 માસની અંદર તેણે પોતાની ભલામણો આપવાની હતી અને આ સમય સીમા 27 ઓગષ્ટ, 2015ના રોજ સમાપ્ત થઈ રહી છે.

કામની માત્રા અને હિતધારકો સાથે વિચાર-વિમર્શની ગહનતાને ધ્યાનમાં રાખીને, 7મા કેન્દ્રીય પગાર પંચે સરકારને આ અવધિ 31 ડિસેમ્બર, 2015 સુધી એટલે કે 4 માસ વધારવા માટે અનુરોધ કર્યો હતો.

UM/AP/J.Khunt/GP