પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય અપતટીય પવન ઉર્જા નીતિને પોતાની મંજૂરી આપી દીધી છે.
આ મંજૂરીની સાથે જ નવીન તેમજ નવીકરણીય ઉર્જા મંત્રાલય (એમએનઆરઈ)ને દેશના વિશેષ આર્થિક ક્ષેત્ર (ઈઈઝેડ) અંદર અપતટીય ક્ષેત્રોના ઉપયોગ માટે પ્રમુખ મંત્રાલયના રૂપમાં અધિકૃત કરવામાં આવ્યું છે. એજ રીતે રાષ્ટ્રીય પવન ઉર્જા સંસ્થાન (એનઆઈડબલ્યુઈ)ને દેશમાં અપતટીય પવન ઉર્જાના વિકાસ અને અપતટીય પવન ઉર્જા બ્લોકોની વહેંચણી અને સંબંધિત મંત્રાલયો તેમજ એજન્સીઓ સાથે સમન્વય તેમજ સંબંધિત કાર્યો માટે પ્રમુખ એજન્સીના રૂપમાં અધિકૃત કરવામાં આવ્યું છે. આ મંજૂરીથી અપતટીય પવન ઉર્જા પરિયોજનાઓની સ્થાપના અને આધાર રેખાથી 200 સમુદ્રી મિલ (નોટીકલ માઈલ) ના અંતર સુધી દેશમાં અથવા તેની આસપાસ જળમાં સંશોધન તેમજ વિકાસ કાર્યો સહિત અપતટીય પવન ઉર્જાના વિકાસનો માર્ગ પ્રશસ્ત થયો છે.
7600 કિ.મી. લાંબી ભારતીય તટીય રેખાની આસપાસ આરંભિક આંકલનોથી અપતટીય પવન ઉર્જાના વિકાસની સંભાવનાઓના સંકેત મળ્યા છે. રાષ્ટ્રીય અપતટીય પવન ઉર્જા નીતિને મંજૂરીની સાથે સરકાર અપતટીય પવન ઉર્જાના વિકાસમાં અપતટીય પવન ઉર્જાના વિકાસની સફળતાને દોહરાવવા માંગે છે. આ નીતિથી બધા રોકાણકારો / લાભાર્થીઓને, ભલે તે ઘરેલું હોય કે વિદેશી, સમાન અવસર પ્રાપ્ત થશે. એનઆઈડબલ્યુઈ બધી પ્રક્રિયાઓને પારદર્શી રીતે પૂર્ણ કરશે.
આ પગલાંથી દેશને ઉર્જા સુરક્ષા પ્રાપ્ત કરવા અને એનએપીસીસી લક્ષ્યોને પ્રાપ્ત કરવાની દિશામાં અગ્રેસર થવામાં મદદ મળશે.
આ યોજના દેશભરમાં માન્ય હશે, જે અપતટીય પવન ક્ષમતાની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.
UM/AP/J.Khunt/GP