Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાનું ભથ્થુ 1 જુલાઇ, 2015થી મળશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે 1 જુલાઇ, 2015થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંધવારી ભથ્થું (ડીએ) અને પેન્શનધારકોને મોંઘવારી રાહત (ડીઆર)નું એક વધારાનું ભથ્થુ જારી કરવાની મંજૂરી આપી દીધી છે. આ મૂળ વેતન/પેન્શનના 113 ટકાના વર્તમાન દરથી છ ટકા વધારે છે. કિંમતોમાં વૃદ્ધિની ભરપાઇ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયથી લગભગ 50 લાખ સરકારી કર્મચારી તથા 56 લાખ પેન્શનધારકોને લાભ મળશે.

આ વૃદ્ધિ સ્વીકૃત પદ્ધતિના અનુરૂપ છે, જે છઠ્ઠા કેન્દ્રિય વેતન આયોગ (સીપીસી)ની ભલામણો પર આધારીત છે. મોંઘવારી ભથ્થું તથા મોંઘવારી રાહત વૃદ્ધિના કારણે રાજકોષ પર દરેક વર્ષે કુલ મળીને 6655.14 કરોડ રૂપિયાનો બોજ પડશે. બીજી તરફ આ જ કારણોસર નાણાકિય વર્ષ 2015-16 (જુલાઇ, 2015થી લઇને ફેબ્રુઆરી, 2016 સુધી 8 મહિનાની અવધિ) દરમિયાન રાજકોષ પર 4436.76 કરોડ રૂપિયાનો બોજ પડશે.

UM/AP/J.Khunt/GP