Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના કાયદા, 1958માં સુધારાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળોના અવશેષો (સુધારણા) ખરડો, 2017 સંસદમાં પ્રસ્તુત કરવાની મંજૂરી આપી હતી.

પ્રતિબંધિત વિસ્તારની અંદર જાહેર કાર્યો અને પ્રોજેક્ટ માટે આવશ્યક કામગીરી પૂરતા મર્યાદિત નિર્માણ માટે માર્ગ મોકળો કરવા નીચેના સુધારાઓને મંજૂરી આપવામાં આવી છેઃ

1) કાયદાની કલમ 2માં “જાહેર કાર્યો”ની નવી વ્યાખ્યા ઉમેરવામાં આવી.

2) કાયદાની કલમ 20એમાં સુધારો, જેથી કેન્દ્ર સરકારના કોઈ પણ વિભાગ કે ઓફિસને કેન્દ્ર સરકારની મંજૂરી મેળવ્યા પછી પ્રતિબંધિત વિસ્તારમાં જાહેર કાર્યો હાથ ધરવાની મંજૂરી આપવી.

3) મુખ્ય કાયદાની કલમ 20-આઇમાં નવી જોગવાઈ (ઇએ) ઉમેરવી.

પૃષ્ઠભૂમિઃ

પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળોના અવશેષોના કાયદા, 1958 (વર્ષ 2010માં સુધાર્યા મુજબ) કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત કોઈ પણ સ્મારક/સ્થળના પ્રતિબંધિત વિસ્તારની અંદર નવા નિર્માણ માટે કોઈ પણ મંજૂરી આપતો નથી.

પ્રતિબંધિત વિસ્તારની અંદર નવા નિર્માણ પર પ્રતિબંધથી વિવિધ સરકારી કામકાજ અને કેન્દ્ર સરકારના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને અસર થાય છે.

આ સુધારો પ્રતિબંધિત વિસ્તારની અંદર જાહેર જનતા માટે આવશ્યક પ્રોજેક્ટ્સ અને સરકારી કાર્યો માટે મર્યાદિત ચોક્કસ નિર્માણ માટે તથા જનતાનાં વિસ્તૃત લાભ માટે માર્ગ મોકળો કરશે.

AP/J.Khunt/TR/GP