પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નોઈડા મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ 5 એલિવેટેડ સ્ટેશનો ધરાવતા 8.449 કિમી લંબાઈના કોરિડોર સાથે નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપી છે. આ કોરિડોર કાર્યરત થવાથી નોઈડા અને ગ્રેટર નોઈડા શહેરમાં 71.878 કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે.
લાભો અને વૃદ્ધિને પ્રોત્સાહન:
નોઈડા મેટ્રો રેલ પ્રોજેક્ટના નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરનું વિસ્તરણ શહેરના માળખાકીય વિકાસમાં એક નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. આ પ્રોજેક્ટ શહેરમાં મેટ્રો રેલ નેટવર્કના મોટા વિસ્તરણ તરીકે કામ કરે છે.
સુધારેલી કનેક્ટિવિટી:
નોઈડા મેટ્રો પ્રોજેક્ટના નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરનું વિસ્તરણ આશરે 8.449 કિમીની નવી મેટ્રો લાઈનો રજૂ કરશે, જે નોઈડા અને ગ્રેટર નોઈડા શહેરમાં જાહેર પરિવહનમાં નોંધપાત્ર સુધારો કરશે, જેમાં હાલમાં કાર્યક્ષમ કનેક્ટિવિટીનો અભાવ છે અને તે નોઈડા સેક્ટર-61 બ્લુ લાઈન પર ઈન્ટરચેન્જ સહિત ઉચ્ચ માંગ ધરાવતા કોરિડોર સાથે સીધી કનેક્ટિવિટી પણ પૂરી પાડશે.
આ તબક્કાનો ઉદ્દેશ્ય નોઈડાના મુખ્ય વિસ્તારોને એકીકૃત રીતે જોડવાનો છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
આ મહત્વપૂર્ણ વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જોડીને, નોઈડા સેક્ટર-51 થી ગ્રેટર નોઈડા સેક્ટર-04 સુધી એક્વા લાઈન મેટ્રો રેલ કોરિડોરનું વિસ્તરણ માત્ર કનેક્ટિવિટી વધારશે નહીં પરંતુ આર્થિક પ્રવૃત્તિને પણ ઉત્તેજિત કરશે અને રોજગાર, વ્યવસાય, શિક્ષણ અને સામાન્ય ટ્રાન્ઝિટ સંબંધિત રહેવાસીઓ અને મુસાફરો બંને માટે શહેરી ગતિશીલતાને સરળ બનાવશે.
SM/DK/JD