Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી અનિલ માધવ દવેના નિધન પર દિલસોજી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણ મંત્રી શ્રી અનિલ માધવ દવેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મારા મિત્ર અને અતિ સન્માનિય સાથીદાર, પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેજીના એકાએક નિધનથી આંચકો લાગ્યો છે. શોકની લાગણી વ્યક્ત કરું છું.

અનિલ માધવ દવેજી પ્રતિબદ્ધ જાહેર સેવક તરીકે હંમેશા યાદ રહેશે. તેઓ પર્યાવરણના સંરક્ષણ માટે અતિ ઉત્સાહી હતા.

હું હજુ ગઈ કાલ સાંજ સુધી અનિલ માધવ દવેજી સાથે હતો. અમે મુખ્ય નીતિગત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમનું નિધન મારા માટે અંગત ખોટ સમાન છે.”

AP/J.Khunt/TR/GP