Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ અંગે સમજૂતીના કરારની સમિક્ષા કરાઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી ભારત સરકારની કેબિનેટે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ માટે કરાયેલા સમજૂતિના કરારની સમિક્ષા કરવામાં આવી હતી. સમજૂતીના આ કરાર ઉપર એપ્રિલ 2017માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સમજૂતીનો આ કરાર સ્પેસ, સાયન્સ, ટેકનોલોજી અને પૃથ્વી પર સેન્સીંગ માટે રિમોટ સેન્સીંગ, સેટેલાઈટ કોમ્યુનિકેશન, સેટેલાઈટ આધારિત નેવિગેશન, સ્પેસ સાયન્સ અને વિવિધ ગ્રહો અંગેની યાત્રાઓ, ઉપયોગીતાઓ, સ્પેસ ક્રાફટ અને સ્પેસ સિસ્ટમ, ગ્રાઉન્ડ સિસ્ટમ તથા સ્પેસ ટેકનોલોજીના ઉપયોગના સંદર્ભમાં આ સહયોગની સમીક્ષા કરવાની જોગવાઈ છે.

આ સમજૂતીના કરાર દ્વારા, અવકાશ વિભાગ/ઈન્ડીયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઈઝેશન (DOS/ ISRO)માંથી તથા બાંગ્લાદેશ ટેલિકોમ રેગ્યુલેટરી કમિશન (બીટીઆરસી)માંથી સભ્યો લઈને સંયુક્ત વર્કીંગ ગ્રુપની રચના કરી શકાશે, જે ચોકકસ સમયગાળામાં યોજનાના અમલ માટે પગલાં અંગે આયોજન, તથા અમલીકરણના સાધનો અંગે નિર્ણય લેશે.

આ સમજૂતીના કરારથી નવી સંશોધન પ્રવૃત્તિને વેગ મળશે તથા પૃથ્વી અને સેટેલાઈટ દ્વારા રીમોટ સેન્સીંગ, સંદેશા-વ્યવહાર, સેટેલાઈટ નેવિગેશન, અવકાશ વિજ્ઞાન અને આઉટર સ્પેસની ઉપયોગિતા અંગેની સંભાવનાઓ પણ ચકાસશે.

આ સમજૂતીના કરાર હેઠળ કરવાના કામો અંગેની નાણાં વ્યવસ્થા રાષ્ટ્રિય ધોરણો અને નિયમોને ધ્યાનમાં રાખીને જે તે અમલીકરણ એજન્સી, ઉપલબ્ધ સ્રોતોની મર્યાદાને ધ્યાનમાં રાખીને જે તે રાજ્યની અંદાજપત્રિય જોગવાઈઓને ધ્યાનમાં લઈ વ્યવસ્થા કરશે. સમજૂતીના કરાર હેઠળ પ્રવૃત્તિઓના પ્રકાર અને ક્ષેત્ર અંગે તપાસ હાથ ધરાશે તે બિન વાણિજયીક અથવા તો વ્યાપારી ધોરણે સંયુક્ત પ્રોજેક્ટસ અને કામગીરીઓ પરસ્પર પક્ષ દ્વારા ચૂકવણી કર્યા વગર વળતર વ્યવસ્થા અથવા કોન્ટ્રાક્ટસના ધોરણે અમલમાં મૂકી શકાશે.

આ સમજૂતીના કરાર હેઠળ સ્પેસ ટેકનોલોજીની ઉપયોગિતા જેવા ક્ષેત્રોમાં માનવજાતના લાભાર્થે સંયુક્ત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ રીતે દેશના તમામ વર્ગો અને ક્ષેત્રોને તેનો લાભ મળશે.

પશ્ચાદ્દ ભૂમિકાઃ

ભારત અને બાંગ્લાદેશ દ્વારા એકબીજાના સહયોગમાં અંતરિક્ષ ક્ષેત્રે સહયોગનો રસ દાખવવામાં આવ્યો છે. અંતરિક્ષ ક્ષેત્રે સહયોગ અંગેના સમજૂતીના કરાર અંગેનું માળખું ભારતીય હાઈકમિશન કચેરી દ્વારા બાંગ્લાદેશ અને વિદેશ મંત્રાલયને ઓગષ્ટ 2016માં સરકારી સ્તરે વધુ કાર્યવાહી માટે સુપરત કરવામાં આવ્યું હતું અને તેના માટે બાંગ્લાદેશ દ્વારા ડિસેમ્બર, 2016માં મંજૂરી આપવામાં આવી હતી. આ મુજબ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બાહ્ય અંતરિક્ષમાં શાંતિપૂર્ણ ઉપયોગો માટે સમજૂતીના કરાર ઉપર નવી દિલ્હીમાં તા.8 એપ્રિલ, 2017ના રોજ સમજૂતીના કરાર કરવામાં આવ્યા હતા.

AP/TR/GP