Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં

પ્રધાનમંત્રી ચંદિગઢમાં


ચંદિગઢ એરપોર્ટ પર સિવિલ એર ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું

• પીજીઆઈએમઈઆર, ચંદિગઢના 34માં દિક્ષાંત સમારોહમાં હાજર રહ્યા

• નવી આવાસ યોજનાના ઉદ્ઘાટન અને જનસભાને સંબોધી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (11 સપ્ટેમ્બર, 2015) ચંદિગઢ એરપોર્ટ પર એક નવા સિવિલ એર ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું.

સ્નાતકોત્તર ચિકિત્સા શિક્ષા તેમજ અનુસંધાન સંસ્થાન (પીજીઆઈએમઈઆર), ચંદિગઢના 34મા દિક્ષાંત સમારોહને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ સ્મરણ કર્યું કે, આજના દિવસે જ 11 સપ્ટેમ્બર, 1893માં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આયોજીત વિશ્વ ધર્મ સંસદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે જો એ દિવસે સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલા માનવતા સંદેશને વિશ્વએ યાદ રાખ્યો હોત તો કદાચ 9/11નો આતંકી હુમલો ન થયો હતો.

સમારોહમાં નજીકની સરકારી શાળાના બાળકોની હાજરી જોઈને પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બાળકો જ આ પ્રસંગે સાચા મુખ્ય મહેમાન છે. તેમણે આશા વ્યક્ત કરી કે, આ તક બાળકોને પ્રેરિત કરશે.

પ્રધાનમંત્રીએ ઉત્તિર્ણ વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું કે આ દિક્ષાંત સમારોહ છે, ન કે શિક્ષાંત સમારોહ અને અહીં તેમની શિક્ષાનો અંત ન થવો જોઈએ. તેમણે કહ્યું કે આ એક એવી તક છે જ્યાં તેઓ પુસ્તકોની દુનિયાથી નિકળીને અસલ દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, જે લોકો આજે સફળ થઈને ડૉક્ટર બની ગયા છે. તેમને એ અહેસાસ હોવો જોઈએ કે, તેઓ માત્ર પોતાના પ્રયાસોથી સફળ નથી થયા પરંતુ સમાજના અન્ય લોકો દ્વારા તેમના લાભ માટે કરેલા યોગદાનના કારણે સફળ થયા છે. સમાજના .યોગદાનના કારણે તેમને ચિકિત્સાનું શિક્ષણ પ્રાપ્ત થયું છે. તેમણે છાત્રોને આગ્રહ કર્યો કે, તેઓ પોતાના કાર્યશીલ જીવન દરમિયાન દેશના ગરીબોને ધ્યાનમાં રાખે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સર્વાંગીણ સ્વાસ્થ્ય સેવા સંબંધી વિશ્વની પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો. તેમણે ઉત્તિર્ણ વિદ્યાર્થીઓને આગ્રહ કર્યો કે માત્ર બિમારનો ઈલાજ ન કરે પરંતુ, દર્દીઓ સાથે નજીકનો સંબંધ પણ રાખે. તેમણે પ્રતિભાશાળી છાત્રોને સ્વર્ણપદક પણ પ્રદાન કર્યા.

પ્રધાનમંત્રીએ એક નવી આવાસીય યોજનાનું ઉદ્ઘાટન કર્યું અને ચંદિગઢના સેક્ટર-25માં એક જનસભાને સંબોધિત કરી. પૂર્વ સૈન્ય કર્મીઓએ મંચ પર તેમનું સ્વાગત કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે વાસ્તવમાં આ ક્ષેત્રનો પ્રત્યેક પરિવાર રાષ્ટ્ર માટે સુરક્ષા કવચ છે. કેમકે આ ક્ષેત્રથી મોટી સંખ્યામાં લોકો સશસ્ત્ર દળોમાં સામેલ થાય છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળો માટે વન રેન્ક વન પેન્શનનો પોતાનો વાયદો પૂર્ણ કર્યો છે અને તેનું શ્રેય માત્ર નિર્ધનો તથા ભારતના સામાન્ય લોકોને અપાવું જોઈએ.

પ્રધાનમંત્રીએ સંસદની કાર્યવાહીમાં થનારા વ્યવધાન પ્રત્યે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે સંસદની કાર્યવાહીનું મહત્વ અને લોકતંત્રમાં તેની ભૂમિકાના વિષયમાં વધુ જાગૃતતા લાવવાની આવશ્યકતા છે. તેમણે કહ્યું કે સંસદમાં દરેક વિષય પર ચર્ચા થવી જોઈએ અને વ્યવધાન ન થવું જોઈએ. તેમણે કહ્યું કે લોકસભાના ગતિરોધના મુદ્દાને સીધો લોકોની વચ્ચે જનસભામાં લાવવા માટે તેઓ મજબૂર છે.

પ્રધાનમંત્રીએ ચંદિગઢ હાઉસીંગ બોર્ડમાં નાગરિક સુવિધા માટે આઈટી પ્લેટફોર્મની શરૂઆત કરી તેમણે કહ્યું કે શાસનમાં આ પ્રકારની પ્રૌદ્યોગિકીને અપનાવવાથી લોકો અધિકાર સંપન્ન બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનું એક વિઝન છે કે 75માં સ્વાતંત્રતા દિવસ – 2022 સુધી ભારતના પ્રત્યેક વ્યક્તિ પાસે રહેવા માટે ઘર હોવું જોઈએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તેને વાસ્તવિકતામાં બદલવા માટે કાર્ય કરી રહી છે.

J.Khunt/GP