Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ગુજરાતના વાસદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન (આઇઆઇએસડબલ્યુસી) રિસર્ચ સેન્ટરની 4.64 હેક્ટર જમીન ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળને હસ્તાંતરિત કરવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના આણંદ જિલ્લામાં વાસદમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર) હેઠળ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન (આઇઆઇએસડબલ્યુસી) રિસર્ચ સેન્ટરની 4.64 હેક્ટર (46384 ચોરસ મીટર) જમીન ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (એનએચએઆઈ)ને હસ્તાંતરિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ નેશનલ હાઇવે-8 પર અમદાવાદ-વડોદરા હાઇવેનું એક્સ્ટેન્શન કરીને છ લેન કરવાનો છે, જે માટે રૂ. 12.67 કરોડનું વળતર આઇઆઇએસડબલ્યુસીને ચુકવવામાં આવશે.

એનએચ-8 મહત્વપૂર્ણ હાઇવે છે, જે વડોદરા અને અમદાવાદને જોડે છે. એનએચ-8ના અમદાવાદ-વડોદરા પટ્ટાનું એક્સ્ટેન્શન કરીને છ લેનનો કરવા માટે એનએચએઆઈને જમીન હસ્તાંતરિત કરવાથી વિસ્તારને લાભ થવાની શક્યતા છે, જે રોજગારીમાં વધારા તરફ દોરી જશે, માળખાગત, પરિવહન, સંચાર સુવિધામાં વૃદ્ધિ અને વિકાસને સુલભ કરશે તેમજ રોજગારીનું સર્જન કરશે. આ નિર્ણય સરકારના વૃદ્ધિને વેગ આપવા મુખ્ય ક્ષેત્રોમાં માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવાની યોજનાનો ભાગ પણ છે.

AP/J.Khunt/TR/GP