પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીત મંત્રીમંડળે કૃષિ સહકાર પર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તથા પેલેસ્ટાઇનમાં કૃષિ મંત્રાલય વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી છે.
પેલેસ્ટાઇનના વિદેશ મંત્રીએ મે, 2017માં ભારતની મુલાકાત લીધી હતી, ત્યારે આ એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા.
આ એમઓયુ કૃષિ સંશોધન, પશુ સારવારના ક્ષેત્રોમાં સહકાર પ્રદાન કરે છે, જેમાં પેલેસ્ટાઇન વેટેરિનરી સર્વિસીસ અને એનિમલ હેલ્થમાં ક્ષમતા સંવર્ધન સામેલ છે. ઉપરાંત સિંચાઈ અને આબોહવામાં ફેરફારના મુદ્દે સહકાર સ્થાપિત કરવાની સમજૂતી પણ સામેલ છે. તે પ્લાન્ટ અને જમીનમાં પોષણ જેવા ક્ષેત્રોમાં લંબાવી શકાશે, જેમાં સેનિટરી અને ફાઇટોસેનિટરી કાયદાના ક્ષેત્રમાં અનુભવોનું આદાનપ્રદાન થશે તથા પશુ સંવર્ધન, આધુનિક સિંચાઈ ટેકનોલોજીમાં અનુભવોનું આદાનપ્રદાન થશે તથા તાલીમ અને ક્ષમતા નિર્માણ સામેલ થશે.
આ એમઓયુ હેઠળ કૃષિ સંચાલન સમિતિની રચના એમઓયુમાં પ્રદાન કરવામાં આવેલા ઉદ્દેશો હાંસલ કરવા કાર્યક્રમો અને કાર્ય યોજનાઓનું નિર્ધારણ કરવા માટે થશે. તે સહકાર માટે એજન્ડા સ્થાપિત પણ કરશે.
J.Khunt/TR