પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને યુવાનો સાથે સંબંધિત બાબતોમાં સહકાર માટે ભારત અને આર્મેનિયા વચ્ચે થયેલા સમજૂતીકરારની જાણ કરવામાં આવી હતી.
આ એમઓયુ પર એપ્રિલ, 2017માં હસ્તાક્ષર થયા હતા. આ એમઓયુ પાંચ વર્ષના ગાળા માટે લાગુ રહેશે. પછી પાંચ વર્ષના અનુગામી ગાળા માટે ઓટોમેટિક રિન્યૂ થશે, જો બંનેમાંથી કોઈ પણ પક્ષ એમઓયુ પૂર્ણ થવાના છ મહિના અગાઉ તેને રિન્યૂ કરવાનો ઇરાદો જણાવે, તો રિન્યૂ નહીં થાય. એક પક્ષ બીજા પક્ષને લેખિતમાં છ મહિના અગાઉ નોટિસ આપીને તેને રદબાતલ કરી શકશે.
એમઓયુનો ઉદ્દેશ પક્ષો દ્વારા આયોજિત ઇવેન્ટ અને પ્રવૃત્તિઓમાં સહભાગીદારી મારફતે યુવાન સંબંધિત બાબતો પર બંને દેશો વચ્ચે સહકારને મજબૂત કરશે અને પ્રોત્સાહન આપશે, માહિતી અને જાણકારીનું આદાનપ્રદાન વધારશે તથા બંને દેશો વચ્ચે યુવાનોનું આદાનપ્રદાન વધારશે.
યુવાનો સંબંધિત બાબતો પર સહકારના ક્ષેત્રોમાં યુવાનોનું આદાનપ્રદાન, યુવા સંસ્થાના પ્રતિનિધિઓ અને યુવાનોલક્ષી નીતિનિર્માણના ઇનચાર્જ સરકારી અધિકારીઓ સામેલ છે. તે બંને દેશોમાં યુવાન સંબંધિત બાબતો પર આયોજિત પરિષદો અને સેમિનારમાં આમંત્રણ આપવા માટે લાગુ થશે. વળી યુવાનો સાથે સંબંધિત બાબતો પર સંશોધન અને અન્ય માહિતીના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવામાં આવશે, ખાસ કરીને યુથ કેમ્પ, યુથ ફેસ્ટિવલ અને બંને દેશોમાં આયોજિત અન્ય યુથ ઇવેન્ટમાં સહભાગીદારી સામેલ છે.
J.Khunt/TR