Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી વારણસીમાં નાણાકીય સમાવેશન પહેલના અનાવરણ પ્રસંગે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં મહત્વપૂર્ણ વિત્તીય સહાયતા કાર્યક્રમોની શરૂઆત કરી. આ કાર્યક્રમ અંતર્ગત 101 ઈ-રીક્ષા, 501 પૈડલ રીક્ષા અને હાથગાડી વિતરીત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત લાભાર્થીઓને બેંક ખાતા અને રૂપે કાર્ડ વિતરીત કરવામાં આવશે. આ યોજના અંતર્ગત અપાઈ રહેલી ઈ-રીક્ષા ડિજીટલ ઉપકરણો જેમ કે, જીપીઆરએસ અને કેમેરાથી સુસજ્જિત હશે.

આ કાર્યક્રમો માટે વિભિન્ન નાણાકીય સંસ્થાઓ જેમાં સીડબી, આઈડીબીઆઈ બેંક, યુકો બેંક અને અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન વચ્ચે સમન્વિત પ્રયાસ કરાયા છે. કાર્યક્રમ દરમિયાન આ સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આ કાર્યક્રમથી એક શરૂઆત થઈ છે, જેનાથી વારાણસીના લોકોના ભાગ્યમાં બદલાવ આવશે. તેમણે કહ્યું કે ગરીબી નાબૂદ કરવા માટે ઘણું બધુ કહેવાયું છે, પરંતુ આ પ્રયાસોથી ઘણાં દસકો સુધી પર્યાપ્ત પરિણામ મળ્યા નથી. આપણે ગરીબી નાબૂદ કરવા માટે આ કાર્યક્રમોની ગતિ અને સ્તર વધારવાની આવશ્યકતા છે. નિર્ધન વ્યક્તિ પોતાની આવનારી પેઢીઓનું જીવન સ્તર સુધારવા માટે કઠિન પરિશ્રમ કરવા તૈયાર છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર કૌશલ્ય વિકાસ પર ખાસ ધ્યાન આપી રહી છે. જેથી નિર્ધનોને આત્મ નિર્ભર બનાવી શકાય.

આ પહેલા પ્રધાનમંત્રીએ રીક્ષા અને હાથગાડી પ્રાપ્ત કરનારા લોકો સાથે વાતચીત કરી. તેમણે લોકો સાથે પોતાના સપના શેર કર્યા. જેમાં તેમના બાળકો માટે યોગ્ય શિક્ષણ અને હાથગાડીની મદદથી અધિક વેચાણના કારણે આવકમાં વૃદ્ધિ જેવી વાતો સામેલ હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ હાલમાં જ રક્ષાબંધનના પ્રસંગે વારાણસીથી મોટી સંખ્યામાં પ્રાપ્ત રાખડીઓનો ઉલ્લેખ કરતાં વારાણસીની માતા અને બહેનોને તેના આશીર્વાદ અને શુભકામનાઓ માટે ધન્યાવાદ પાઠવ્યા.