પીએમઇન્ડિયા
દેશમાં ઉભી થનારી ચાર નવી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (એનઆઈડી) માટે ચાર ડિરેક્ટરોની નિમણૂંક કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ નવી ચાર એનઆઈડી – કુરુક્ષેત્ર (હરિયાણા), ભોપાલ (મધ્ય પ્રદેશ), જોરહટ (આસામ) અને વિજયવાડા (આંધ્ર પ્રદેશ) માટે મંજૂર કરાયાં છે.
નવી એનઆઈડીના ખર્ચા વગેરેને કેબિનેટે આ અગાઉ મંજૂરી આપી છે.
પૃષ્ઠભૂમિઃ
ફેબ્રુઆરી, 2007માં મંજૂર કરાયેલી નેશનલ ડીઝાઈન નીતિ હેઠળ ભારતના વિવિધ પ્રદેશોમાં ડિઝાઈન અંગે ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરું પાડવા એનઆઈડી અમદાવાદની પેટર્ન મુજબ ચાર વધુ એનઆઈડી ઉભી કરવાનો એક્શન પ્લાન ઘડાયો છે.
AP/J.Khunt/GP