Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિદેશોમાં વ્યૂહાત્મક મહત્વ ધરાવતા આંતરમાળખાંના પ્રોજેક્ટોને કન્સેશનથી ધિરાણ પુરૂં પાડવાની યોજનાને મંજૂર કરતી કેન્દ્રીય કેબિનેટ


વિદેશોમાં વ્યૂહાત્મક મહત્વ ધરાવતાં આંતરમાળખાના પ્રોજેક્ટો મેળવવા માટે બોલી કરનારી ભારતીય કંપનીઓને ટેકો પૂરો પાડવા આયાત નિકાસ બેંક – એક્ઝિમ બેન્ક, રાહતના ધોરણે કન્સેશનથી ધિરાણ પુરું પાડી શકે એ માટે તેને સહાય કરવાની એક યોજનાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકે મંજૂર કરી છે. આના પરિણામે ભારતીય કંપનીઓને વિદેશોમાં મહત્વના પ્રોજેક્ટો મેળવવા બોલી કરવામાં મોટી મદદ મળશે. લોનની પરત ચૂકવણીની ગેરંટી સંબંધિત વિદેશી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ કન્સેશનથી ધિરાણ મેળવવા માટે યોગ્યતા ધરાવતાં પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ, પ્રત્યેક કેસના ધોરણે, આર્થિક બાબતોના વિભાગના સચિવના અધ્યક્ષપદ હેઠળની એક સમિતિ નક્કી કરશે, જેના અન્ય સભ્યોમાં ખર્ચ વિભાગ, વિદેશ મંત્રાલય, ઉદ્યોગ પ્રોત્સાહન અને નીતિ વિભાગ, વાણિજ્ય વિભાગ, નાણાકીય સેવા વિભાગ તથા ગૃહ મંત્રાલયના પ્રતિનિધિઓનો સમાવેશ થશે. આ સમિતિને વાજબી મર્યાદાની અંદર, યોજનાના અમલના પ્રથમ બે વર્ષમાં કેસવાર શરતો મૂકવાની સત્તા રહેશે. આ યોજના હેઠળ ધિરાણ મેળવનારા પ્રોજેક્ટોનું આ સમિતિ મોનિટરીંગ કરશે. વ્યૂહાત્મક ધરાવતા પ્રોજેક્ટોને એક્ઝિમ બેંક સિવાયની જાહેર ક્ષેત્રની બેંકો મારફત ધિરાણ પુરૂં પાડવા અંગે પણ સમિતિ વિચારણા કરશે. વધુમાં પ્રોજેક્ટ માટેની બોલીની વિનંતિને સુસંગત જણાય તો સમિતિ ઓછામાં ઓછું ૭૫ ટકા સોર્સિંગ ભારતમાંથી મેળવવાનો આગ્રહ રાખી શકશે. આ યોજનાના અમલ – અનુભવ વગેરેનું મૂલ્યાંકન બે વર્ષ પછી હાથ ધરાશે.

આંતરમાળખાના વિશાળ પ્રોજેક્ટો બાંધવા માટે નિષ્ણાતી કુશળતા વિકસાવી હોય એવી સંખ્યાબંધ મોટી ભારતીય કંપનીઓ છે. ગમે એમ પણ ભારતમાં ધિરાણના વધુ ઊંચા ખર્ચને કારણે આ કંપનીઓ વિદેશોમાં પ્રોજેક્ટ બાંધવાના કરાર નથી મેળવી શકતી. જો ભારતીય કંપનીઓ દ્વારા આવા પ્રોજેક્ટોને વિદેશોમાં અમલ થાય એ જો ભારતના વ્યૂહાત્મક હિતમાં હોય તો આવી ભારતીય કંપનીઓને મદદ કરવાનું જરૂરી હોવાનું જણાયું છે.

AP/J.Khunt/GP