પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંપન્ન મંત્રીમંડળની બેઠકમાં આવશ્યક વસ્તુઓ અધિનિયમ 1955 અંતર્ગત લાગુ થનારા નિયંત્રણ સંબંધી કઠોળ, ખાદ્યતેલ અને ખાદ્ય તેલીબિયા માટે સેન્ટ્રોલ ઓર્ડર નંબર એસઓ-2559(ઈ) તા. 30-9-2014ની કાયદેસરતાને 30-9-2015ના બાદ સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી. આ અવધિ 1 ઓક્ટોબર, 2015થી 30 સપ્ટેમ્બર, 2016 સુધી છે.
આ આદેશથી રાજ્યોને સહાયતા થશે કે તેઓ આ આવશ્યક વસ્તુઓના વેપારને નિયંત્રીત કરી શકશે. અને આવશ્યક વસ્તુઓ અધિનિયમ 1955 અંતર્ગત પ્રભાવશાળી રીતે કાર્યવાહી કરી શકશે. રાજ્ય જમા ખોરી, અનૈતિક કારોબાર અને ફાયદો કમાવવા જેવી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે ભંડારણની સીમા, લાયસન્સની આવશ્યકતાઓ વગેરેને લાગુ કરી શકે છે. આદેશના વિસ્તારથી રાજ્યોને એ મદદ પણ મળશે કે તેઓ આ વસ્તુઓની ઘરેલું બજારમાં યોગ્ય ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સંબંધિ સમસ્યાનો સામનો કરી શકશે અને કિંમતોને નિયંત્રિત કરી શકશે.
સરકારે દાળ અને ડુંગળી જેવી આવશ્યક વસ્તુઓની કિંમતોમાં ઘટાડો લાવવા અને તેની ઉપલબ્ધતા વધારવા માટે અનેક નીતિઓ, પહેલો અને ઉપાયો કર્યા છે. અડદ અને અરહર દાળ વાયદા વ્યાપારને પ્રતિબંધિત કરાઈ ચૂક્યો છે. દાળની આયાત પર પ્રતિબંધ લગાવી દેવાયો છે તથા દાળની આયાત પર શૂન્ય શૂલ્ક લાગુ થઈ ગયો છે. દાળને મૂલ્ય સ્થિરિકરણ યોજનામાં પણ સામેલ કરવામાં આવી છે. ઘરેલુ બજારમાં દાળની ઉપલબ્ધતા વધારવા માટે 5000 ટન અડદ અને 5000 ટન અરહર આયાત કરવાનો આદેશ અપાઈ ચૂક્યો છે. આ આયાત ઝડપથી પહોંચી જશે જેનાથી કિંમતો ઓછી થઈ જશે.
AP/J.Khunt/GP