Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને કંબોડિયા વચ્ચે પર્યટન ક્ષેત્રમાં સહયોગ પર સહમતિ પત્ર પર હસ્તાક્ષર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને કંબોડિયાની વચ્ચે પરસ્પર પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે બંને દેશો વચ્ચે પર્યટન ક્ષેત્રમાં સહયોગ વધારવા સંબંધી સહમતિ પત્રને આજે પૂર્વવર્તી મંજૂરી આપી છે.

આ સહમતિ પત્ર પર 16 સપ્ટેમ્બર, 2015ના રોજ કંબોડિયાના ઉપ રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન હસ્તાક્ષર કરાયા હતા.

આ સમજૂતિના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છેઃ

1. પર્યટન ક્ષેત્રમાં પરસ્પર સહયોગમાં વિસ્તાર

2. પર્યટન સંબંધી સૂચના અને આંકડાઓનું આદન-પ્રદાન

3. હોટલ અને ટૂર ઓપરેટરો સહિત પર્યટનના હિતધારકો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવું.

4. માનવ સંસાધન વિકાસમાં સહયોગ માટે કાર્યક્રમોના આદાન-પ્રદાન સ્થાપિત કરવા

5. પર્યટન અને આતિથ્ય ક્ષેત્રોમાં રોકાણ

6. બંને તરફ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આપણા ટૂર ઓપરેટરો / મીડિયા / અભિપ્રાય નિર્માતાઓની યાત્રાનું આદાન-પ્રદાન

7. પ્રચાર, માર્કેટિંગ અને પર્યટન સ્થળના વિકાસ અને પ્રબંધન ક્ષેત્રોમાં અનુભવનું આદાન – પ્રદાન

8. બંને દેશોમાં દેશાટન મેળો / પ્રદર્શનોમાં ભાગ લેવો.

9. સુરક્ષિત, સમ્માનજનક અને સતત પર્યટનને પ્રોત્સાહન.

AP/J.Khunt/GP