Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારતમાં જળ સંરક્ષણ માટે રાષ્ટ્રીય અભિયાન પર ભારત અને ઇઝરાયેલ વચ્ચે થયેલા એમઓયુને મંજૂરી આપી


 
 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે આજે ભારતમાં જળ સંરક્ષણ માટે રાષ્ટ્રીય  અભિયાન પર ભારત અને ઇઝરાયેલ વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.

 આ એમઓયુથી ભવિષ્યની પેઢીઓ માટે જળ સંરક્ષણમાં દેશને લાભ થશે.

 બંને દેશો ભારતમાં વ્યવસાયિક ધોરણે ડિઝાઇન કરેલા રાષ્ટ્રીય જળ સંરક્ષણ અભિયાનની ડિઝાઇન બનાવવા, તેનો અમલ કરવા અને તેનાં પર નજર રાખવા રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા કામ કરશે. મંત્રીઓ નીચેનાં ઉદ્દેશો પાર પાડવા જળ સંરક્ષણ અભિયાન પર સંયુક્તપણે કામ કરવા સંમત થયાં છેઃ

                           

ક. ભારતમાં રાષ્ટ્રીય કામગીરીનાં ભાગરૂપે જળ સંરક્ષણને મહત્ત્વ આપવું

ખ. દરેક નાગરિકને રોજિંદા જીવનમાં પાણીની બચત કરવા પ્રોત્સાહન આપવું

ગ. પાણી વિશે જાગૃતિ લાવવી

ઘ. પાણીનાં પુનઃઉપયોગ, રિચાર્જ અને રિસાઇકલિંગને પ્રોત્સાહન આપવું

ચ. જળ સંરક્ષણનાં વિષય પર વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન જેવા ડિજિટલ માધ્યમો વિકસાવવા.

 

J.Khunt