પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે હોમલેન્ડ સીક્યોરિટી માટે ભારત અને અમેરિકા વચ્ચે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન (એમઓસી) પર થયેલા હસ્તાક્ષરને આજે મંજૂરી આપી હતી.
મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સંબંધોને વધારે મજબૂત કરશે તથા છ પેટા-જૂથો વચ્ચે સંકલન અને આદાનપ્રદાનમાં મદદરૂપ પણ થશે, જે બંને દેશો વચ્ચે હોમલેન્ડ સીક્યોરિટી ડાયલોગ હેઠળ રચવાની દરખાસ્ત છે.
J.Khunt