Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વારાણસીમાં રિક્ષા સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના ભાષણના મૂળ અંશ

વારાણસીમાં રિક્ષા સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના ભાષણના મૂળ અંશ

વારાણસીમાં રિક્ષા સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના ભાષણના મૂળ અંશ

વારાણસીમાં રિક્ષા સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના ભાષણના મૂળ અંશ

વારાણસીમાં રિક્ષા સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના ભાષણના મૂળ અંશ


વિશાળ સંખ્યામાં આવેલા ભાઈઓ અને બહેનો,

અહીં જે કાર્યક્રમ થઈ રહ્યો છે, આ કાર્યક્રમ માત્ર કેટલાક ગરીબ પરિવારોનું જીવન બદલશે એવું નથી. આ કાર્યક્રમ એક એવી શુભ શરૂઆત છે, જે કાશીના ભાગ્યને બદલશે. અહીં ગરીબના જીવનમાં આપણે થોડોક જ જરૂરી બદલાવ લાવી દઈએ, સમય આધારિત જીવનમાં ટેકનોલોજીનો પ્રવેશ કરે, તો ગરીબમાં ગરીબ વ્યક્તિ પહેલા જેટલો પરિશ્રમ કરીને કમાતો હતો, એના કરતા થોડો ઓછો પરિશ્રમ કરીને તે વધુ કમાઈ શકે છે. આજે અત્રે એ પ્રકારની સુવિધા અપાઈ રહી છે, જેમાં બેંકનો સહયોગ છે,અમેરિકન ફાઉન્ડેશનનો સહયોગ છે, ભારત સરકાર બહુ મોટી માત્રામાં આ વસ્તુઓને પ્રમોટ કરી રહી છે અને ગરીબ માટે સૌથી પહેલો પ્રયાસ એ છે કે તે આત્મનિર્ભર કઈ રીતે બને.

આપણે આશરે છેલ્લા 40-50 વર્ષથી ગરીબી હટાઓ, આ વાતને સાંભળતા આવ્યા છીએ. આપણી ચૂંટણીઓમાં પણ ગરીબોના કલ્યાણ કરનારા ભાષણો સતત સાંભળવા મળે છે. આપણે ત્યાં રાજનીતિ કરતા સમયે ગમે તે કરતા હોઈએ પરંતુ સવાર-સાંજ ગરીબોની માળા જપતા રહેવી, એ એક પરંપરા બની ગઈ છે. આ પરંપરાથી જરા બહાર આવવાની જરૂર છે અને બહાર આવવાનો મતલબ છે કે શું આપણે પ્રત્યક્ષરૂપે ગરીબોને સાથે લઈને, ગરીબી મુક્તિ અભિયાન ચલાવી શકીએ છીએ કે કેમ. અત્યાર સુધી જેટલા પ્રયોગ થયા છે, એ પ્રયોગોથી જેટલી માત્રામાં પરિણામ જોઈતા હતા તે દેશને મળી શક્યા નથી. ગરીબની જીંદગીમાં પણ જે ઝડપથી બદલાવ આવવો જોઈએ એ બદલાવ આપણે લાવી શક્યા નથી. હું કોઈ સરકારને દોષ આપવા નથી માગતો, કોઈ પક્ષને પણ દોષ આપવા નથી માગતો પરંતુ કંઈક કરવાની દિશામાં એક નવી રીતે ગરીબોના કલ્યાણ માટે મૂળભૂત વાતો પર ફોક્સ કરવું છે. એ કઈ બાબતો કરીએ કે જેનાથી ગરીબોને, સાચે જ મહેનત કરવા માટે તૈયાર હોય, ગરીબીના જીવનમાંથી બહાર નીકળવા તૈયાર હોય. આપ કોઈ પણ ગરીબને પૂછી લો તેને પૂછો કે ભાઈ શું આપ આપના સંતાનોને એવી જ ગરીબી વાળી જીંદગી જીવે એમ ઈચ્છો છો.ગરીબમાં ગરીબ વ્યક્તિ કહેશે કે હું મારા બાળકોને વારસામાં આવી ગરીબી આપવા નથી માગતો. હું તેને એક એવી જીંદગી આપવા માગું છું કે જેના લીધે તે પોતાના પગ પર ઊભો રહી શકે, સન્માનથી જીવવાનું શરૂ કરે અને પોતાની જીંદગી ગૌરવપૂર્વક વિતાવે, એવી દરેક મા-બાપની ઈચ્છા હોય છે. તેઓ આને કઈ રીતે પૂરી કરે. આજે સ્થિતિ એવી હોય છે કે તે મજૂરી કરે છે પરંતુ જો થોડુંક સ્કિલ ડેવલપમેન્ટ કરી દેવાય, તેને થોડું હુન્નર શિખવાડી દેવાય તો પહેલા જો તે સો રૂપિયા કમાતો હશે તો તે 250-300 રુપિયા કમાવાનું શરૂ કરી દે છે અને એક વખત હુન્નર શીખે છે તો પોતે પણ મગજ લગાવીને એમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરે છે અને તેથી ભારત સરકારે એક બહુ મોટું અભિયાન ચલાવ્યું છે સ્કિલ ડેવલપમેન્ટનું, કૌશલ્યવર્ધનનું.

ગરીબમાં ગરીબ બાળક ભલે સ્કૂલના દરવાજે ચઢ્યો હોય કે ન હોય કે પછી પાંચમું, સાતમું, દસમું, બારમું ભણીને અભ્યાસ છોડી દીધો હોય કે રોજી-રોટી શોધતો હોય. જો તેને કોઈ વસ્તુ શિખવી દેવાય તો તે દેશની અર્થનીતિ પણ બદલી દે છે, આર્થિક ગતિવિધિને પણ બદલી નાખે છે અને સ્વયં પોતાના જીવનમાં કંઈક કરવાની ઈચ્છા રાખે છે તેથી નાની-નાની વસ્તુઓ તે કેવી રીતે ડેવલપ કરે એ દિશામાં અમારો પ્રયાસ છે.

આજે હું અહીં તમામ ઈ-રિક્ષાવાળા ભાઈઓને મળ્યો. મેં તેઓને પૂછ્યું શું કરશો, ચલાવી શકશો કે કેમ. તો તેઓએ કહ્યું કે સાહેબ અમારું કોન્ફિડન્સ લેવલ પહેલા કરતા વધુ છે. એ મારું સ્કિલ ડેવલપમેન્ટ થઈ ગયું. તેને સ્કિલ શબ્દ પણ આવડતો હતો. બોલ્યો મારું સ્કિલ ડેવલપ થઈ ગયું. બોલ્યો મારી ટ્રેનિંગ થઈ અને મારો પહેલા કરતા વધુ વિશ્વાસ છે.

પહેલા હું પેડલ રિક્ષા ચલાવતો હતો. મેં કહ્યું સ્પિડ કેટલી રાખશો. બોલ્યા સાહેબ કાયદાનું પાલન કરીશ અને હું ક્યારેય એવું નહીં કરૂં કે જેથી મારો પરિવાર સંકટમાં મૂકાય અને મારા પેસેન્જરનો પરિવાર સંકટમાં આવે એવું હું ક્યારેય નહીં થવા દઉં અને કાશીની ગલીઓ તો નાની છે તો એમેય મારે સંભાળીને ચાલવાનું છે. તેની આ ટ્રેનિંગ થઈ છે. કાશીમાં વિશ્વભરના લોકો આવે છે, કાશીનું ટૂરિઝમ કેવું હોય, કાશી કેવું છે, કાશીના લોકો કેવા છે, એનો પહેલો પરિચય યાત્રીને કોની સાથે થાય છે, રિક્ષાવાળા સાથે થાય છે.તે તેમની સાથે કેવો વ્યવહાર કરે છે, તે તેમના પ્રત્યે કઈ રીતનો ભાવ રાખે છે, એના દ્વારા જ તેના મનની છબિ બને છે. અરે ભાઈ, આ તો શહેર બહુ સારું છે. અહીંના રિક્ષાવાળા પણ એટલા પ્રેમથી અમારી ચિંતા કરે છે, ત્યાંથી જ શરૂ થાય છે અને તેથી અહીં જે ટૂરિસ્ટો માટે એક સ્પેશિયલ રિક્ષાને સુશોભિત કરવામાં આવી છે, કેટલિક વ્યવસ્થાઓ પણ વિકસિત થઈ ગઈ છે. હું તેમને પૂછી રહ્યો હતો કે, મેં કહ્યું કે આપ ગાઈડના નાતે મને તમામ વસ્તુ બતાવી શકો છો, બોલ્યો હા, બતાવી શકું છું. હું દરેક વસ્તુ બતાવી શકું છું રિક્ષા ચલાવતા-ચલાવતા અને બોલ્યો મને વિશ્વાસ છે કે મારી રિક્ષામાં જે બેસશે, તેને એ સંતોષ થશે કે કાશી તેને સહજ રીતે જોવા મળી ગયું. વસ્તુઓ નાની- નાની હોય છે પરંતુ એ બહુ મોટો બદલાવ લાવે છે.

આજે જાણે પેડલ રિક્ષાને કઈ રીતે આધુનિક બનાવાય, પેડલ રિક્ષામાંથી ઈ-રિક્ષાની તરફ શિફ્ટિંગ કઈ રીતે કરવામાં આવે, યાત્રીઓની સુવિધાઓને કઈ રીતે સ્થાન અપાય, બદલાતા યુગમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. આ તમામ બાબતોનો આની અંદર જોડ છે અને સૌથી મોટી વાત એ છે તેમના પરિવારની. આજે જે લોકોને આમાં સાંકળવામાં આવ્યા છે તેઓની તો અગાઉ ક્યારેય રિક્ષા પણ નહતી. તેઓ બિચ્ચારા ભાડાની રિક્ષા લઈને આખો દિવસ મજૂરી કરતા હતા., 50 રૂપિયા, 60 રૂપિયા તેઓએ જે-તે રિક્ષાના માલિકોને ચૂકવવા પડતા હતા. વધેલું – ઘટેલું ઘરે લઈ જતા હતા. બાળકો માટે ડબલ રોટી સાથે લઈ જતા હતા, એનાથી જ રાત વિતી જતી હતી. આ પ્રયોગનો સૌથી મોટો લાભ એ ગરીબ રિક્ષા વાળાઓનો છે જેઓને ઊંચા વ્યાજે પૈસા આપવા પડતા હતા તેમાંથી મુક્તિ થઈ ગઈ છે. હવે તેમની પાસે જે પૈસા હશે તે બેંકમાં ખૂબજ ઓછા દરથી પૈસા જમા કરશે અને કોઈ વર્ષની અંદર તો કોઈ બે વર્ષમાં રિક્ષાનો માલિક બની જશે. તે જાણે છે કે આનાથી તેની બચત જ થવાની છે. તેના આ પૈસા અન્ય કોઈના ખિસ્સામાં જવાના નથી, પોતાના જ ખિસ્સામાં જવાના છે તેથી તેઓ એક વર્ષ, બે વર્ષ બાદ તેનો માલિક બનવાનો છે અને મને વિશ્વાસ છે કે આ પ્રકારની વ્યવસ્થાને લીધે આવનારા દિવસોમાં જેટલા પરિવારો છે તેમને ગરીબીની હાલતમાં રહેવાની નોબત નહીં આવે, તેઓ આગળ વધશે.

મેં તેઓને પૂછ્યું કે બાળકોને ભણાવશો કે કેમ. બોલ્યા કે સાહેબ અત્યાર સુધી તો થતું હતું કે કેટલું ભણાવીએ, ક્યાંથી પૈસા લાવીએ, પરંતુ તમે આ જે વ્યવસ્થા કરી છે તો હવે હું તમને ખાતરી આપું છું કે હું બાળકોને ભણાવીશ. મારી વાત તો આ પાંચ કે છ લોકો સાથે થઈ છે પરંતુ આજે અહીં જે લોકોને રિક્ષા મળી રહી છે એ તમામને મારો આગ્રહ છે કે ગમે એવી તકલીફ કેમ ન પડે મારા પ્રત્યે નારાજગી વ્યક્ત કરવી હોય તો પણ જરૂર કરજો, આપનો એ હક છે, પરંતુ બાળકોને અભ્યાસમાંથી ક્યારેય ન ઊઠાડશો, બાળકોના અભ્યાસને પ્રાથિકતા આપશો, ગરીબી સામેની લડાઈ લડવાનું સૌથી મોટું શસ્ત્ર અને સસ્તામાં સસ્તું, જો કોઈ શસ્ત્ર છે તો પોતાના સંતાનોને શિક્ષણ આપવું. આપણે આપણા બાળકોને શિક્ષણ આપીશું તો વિશ્વની કોઈ તાકાત નથી કે જે આપણને ગરીબ રહેવા માટે મજબૂર કરી દે. જોત જોતામાં સ્થિતિ બદલાવાની શરૂ થઈ જશે. અને તેથી હું આગ્રહ કરીશે કે જે નવી સુવિધાઓ જે જે પરિવારોને મળી રહી છે તેઓ પોતાના બાળકોને ભણાવવા બાબતે કોઈ સમજૂતી ન કરે પોતાના બાળકોને જરૂર ભણાવે.

આજે મારે એક પરિવારને મળવાનું થયું. એ બહેન ચાર રસ્તા પર સાદળી પાથરીને શાક વગેરે વેચતી રહેતી હતી, આજે તેને એક લારી મળી ગઈ. મેં તેને પૂછ્યું શું કંઈ ફેર પડ્યો. બોલી હા, પહેલા તો હું અહીં બેસતી અને જે આવે તે માલ લઈ જતા હતા હવે હું જુદા – જુદા વિસ્તારોમાં જઈશ મારું સમય પત્રક બનાવી દઈશ કે આ વિસ્તારમાં સવારે 9 વાગે જવાનું છે, આ વિસ્તારમાં 10 વાગે જવાનું છે, આ વિસ્તારમાં 11 વાગે જવાનું છે, તો લોકો પણ જાણી જશે કે હું કેટલા વાગે ત્યાં માલ લઈને આવીશ તો તેઓ ચોક્કસ એ સમયે મારો માલ લઈ લેશે. હવે જુઓ અભણ મહિલા, પરંતુ તેને ખબર છે કેવું ટાઈમ ટેબલ બનાવીશ કે આ વિસ્તારમાં 9 વાગે જઉં છું તો રોજ 9 વાગે જ ત્યાં પહોંચી જઈશ, આ વિસ્તારમાં 12 વાગે પહોંચું છું તો એનો અર્થ એ છે કે 12 વાગે ત્યાં પહોંચી જ જઈશ. એટલે કે તેને બિઝનેસનું પરફેક્ટ મેનેજમેન્ટ ખબર છે. લારી ચલાવતા ચલાવતા પણ તે તેનું જીવન બદલી શકે છે, એનો વિશ્વાસ તેની અંદર આવ્યો છે. આ નાના નાની વસ્તુઓ છે કે જેના દ્વારા આપણે એક બહુ જ મોટો બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તાજેતરમાં પ્રધાનમંત્રી જન – ધન ખાતા ખોલવાનું જે અભિયાન ચલાવાયું, આપણા દેશમાં વર્ષોથી કહેવાતું હતું કે ગરીબો માટે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે, પરંતુ બેંકોના રાષ્ટ્રીયકરણના 40 – 50 વર્ષ બાદ પણ બેંકના દરવાજા પર કોઈ ગરીબ જોવા મળ્યો નહતો અને આ દેશમાં ક્યારેય એની ચર્ચા સુધ્ધાં થઈ નથી. આ દેશમાં આવું કેમ છે. આ પ્રશ્ન આ દેશના બુધ્ધિમાનોને કોઈ રાજનેતાએ નથી પૂછ્યો, કોઈ સરકારે નથી પૂછ્યો. 50 વર્ષમાં નથી પૂછ્યો. ટેકન ફોર ગ્રાન્ટેડ હતું. અમે આવીને બીડું ઝડપ્યું કે બેંકોના દરવાજા પર મારો ગરીબ હશે, બેંકોની અંદર પણ મારો ગરીબ હશે, આ બેંકો ગરીબો માટે હશે, મોટું અભિયાન ઉપાડ્યું. મેં 15 ઓગસ્ટે જાહેરાત કરી હતી, 26 જાન્યુઆરી સુધીમાં પૂરી કરવાનો સંકલ્પ લીધો હતો અને તમામ બેંકો પણ મારી સાથે દીલો જાનથી જોડાઈ ગઈ, ખભાથી ખભા જોડાઈ ગયા અને આજે દેશમાં આશરે 18 કરોડથી વધુ ગરીબોના બેંક ખાતા ખૂલી ગયા છે.

હિન્દુસ્તાનમાં કુલ પરિવારોમાં જેટલા હતા મોટે ભાગે બધા આવી ગયા અને અમે તો કહ્યું હતું કે અમે તો ગરીબોના ખાતા કોઈ પણ પ્રકારના પૈસા લઈને નહીં ખોલીએ. વગર પૈસે, બેંક ખર્ચો કરશે, ફોર્મનો ખર્ચ થશે, જે થશે એ કરીશું, ગરીબોને એક વખત મફતમાં ખાતું ખોલાવી આપીશું. આદત પડશે તેને, ધીર ધીરે વધુ ખાતા ખોલી દઈશું પરંતુ જુઓ, ગરીબોની અમિરી જુઓ સરકારે તો કહ્યું હતું કે રુપિયા નહીં આપો તો પણ ખાતું ખોલીશું પરંતુ ગરીબોના આશરે 30 હજાર કરોડ રુપિયાથી વધુની રકમ જમા થઈ ગઈ છે. એનો અર્થ એ થયો કે ગરીબને પૈસાની બચતની ઈચ્છા થવા લાગી છે. જો ગરીબને પૈસા બચાવવાની ઈચ્છા થશે તો તેના આર્થિક જીવનમાં બદલાવ આવવાનો સ્વભાવિક શરૂ થઈ જશે. ધીરે ધીરે બેંકમાં ખાતા ઉપયોગ કરવાની ટેવ પડી રહી છે. હું પરેશાન છું કે જેઓએ ક્યારેય ખાતા નથી ખોલ્યા તેઓ આજે મારો હિસાબ માગી રહ્યા છે કે ખાતા તો ખોલી નાખ્યા પરંતુ તેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા તો વધતી નથી. જેઓએ ખાતા ખોલવાની પરવાહ કરી નહતી, તેમને હવે ખાતા ઓપરેટ થઈ રહ્યા છે કે નહીં તેની ચિંતા થવા લાગી છે. સારું હોત કે આ કામ 40 – 50 વર્ષ પહેલા કરી દીધું હોત તો આજે ઓપરેટ કરવાના સવાલ મને ન પૂછવો પડત, દેશના તમામ ગરીબના ખાતા થઈ જાત. પરંતુ આપે જે કામ 50 વર્ષમાં ન કર્યું એ 50 મહિનામાં પૂરું કરીને રહીશ, આ હું જણાવવા આવ્યો છું.

ગરીબનું ભલું કઈ રીતે થાય, તાજેતરમાં કાશીની અંદર રક્ષાબંધનને સુરક્ષાબંધન બનાવવાનું મોટું અભિયાન ચલાવ્યું અને કાશીમાં માતાઓ – બહેનોનો વિશેષ રૂપે આભાર વ્યક્ત કરું છું કે આ રક્ષાબંધનના પર્વ પર મને ઘણી બધી રાખડીઓ મળી છે, બનારસથી, એટલા આશિર્વાદ મળ્યા છે, માતાઓ – બહેનોના, હું શિશ ઝૂકાવીને એ તમામ માતાઓ – બહેનોને નમન કરૂં છું. આપે મારા પ્રત્યે જે સદભાવ વ્યક્ત કર્યો છે, મારી રક્ષાની ચિંતા કરી છે, અને સુરક્ષાના બંધનની જે વાત કરી છે, હું એના માટે કાશીની તમામ માતાઓ – બહેનોનો હ્દયપૂર્વક ખૂબજ આભાર વ્યક્ત કરૂં છું. હું એ તમામ મહાનુભવોનો પણ આભાર વ્યક્ત કરું છું કે જે યોજનામાં અમારી સાથે, પાર્ટનર બન્યા છે અને એક મોડેલના રૂપે આ કામ આવનારા દિવસોમાં વિકસિત થશે. હવે આપ ધીરે ધીરે જુઓ કાશીની અંદર એક નવી ક્રાંતિ આવશે અને એના લીધે ગતિ આવવાની છે, આ વસ્તુઓને લીધે ગતિ આવવાની છે, આ વસ્તુઓને લીધે શહેરની એક નવી ઓળખ ઊભી થવાની છે. આ વસ્તુઓને લીધે સામાન્ય માનવના જીવનમાં સુવિધાનો અવસર શરૂ થવાનો છે.

આવી આ યોજના નિમિત્તે હું આજે એ તમામ બંધુઓને, જેઓને આજે આ સાધન મળી રહ્યા છે, તેમને મારા તરફથી બહુ જ શુભકામના પાઠવું છું અને કાશીની આર્થિક પ્રગતિમાં ગરીબથી ગરીબ વ્યક્તિની તાકાત કામમાં આવે એ દિશાના પ્રયત્નોમાં આપણને સફળતા મળે, એ જ ભોળાનાથ આપણા પર આશિર્વાદ વરસાવે, એવી જ એક અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ – ખૂબ આભાર.

AP/J.Khunt/GP