Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉદય, ખનીજ ખાણોની હરાજીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉજ્જવલ ડિસ્કોમ અશ્યુરન્સ યોજના (ઉદય)માં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. વરિષ્ઠ સરકારી અધિકારીઓએ તેમને ઋણ, દેખરેખ માળખાગત કાર્ય, નાણાકીય માપદંડોમાં સુધારો, કાર્યકારી સિદ્ધિ અને ઉપભોક્તાઓનું સશક્તિકરણ જેવા પાસા વિશે જાણકારી આપી હતી.

વરિષ્ઠ સરકારી અધિકારીઓ દ્વારા કોલસાની ખાણ અને ખનીજ ખાણની હરાજીઓ પર પ્રેઝન્ટેશન દરમિયાન પ્રધાનમંત્રીએ હરાજી પછી ખાણોને ઝડપથી કાર્યરત કરવા માટે રોડમેપ પર ભાર મૂક્યો હતો. તેમણે સર્વે અને જીઓલોજિકલ સંભવિતતા ધરાવતા વિસ્તારોના મેપિંગ દરમિયાન ખનીજ સાથે સંબંધિત તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવા માટે પણ અપીલ કરી હતી.

આ બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી પિયૂષ ગોયલ અને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ આયોગ અને અન્ય મંત્રીઓ ઉપસ્થિત હતા.

****

TR