પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળને અક્ષય ઊર્જામાં ભારત-સ્પેન વચ્ચે સહકાર માટે બંને દેશો વચ્ચેનાં સમજૂતીકરાર (એમઓયુ) અંગે જાણકારી આપવામાં આવી છે. આ એમઓયુ પર સ્પેનમાં 30 મે, 2017નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.
આ એમઓયુ કુશળતા અને માહિતીનાં નેટવર્કનાં આદાનપ્રદાન સાથે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવામાં મદદ કરશે.
બંને દેશોનો ઉદ્દેશ પારસ્પિક સમાન લાભ અને આદાનપ્રદાનનાં આધારે નવી અને અક્ષય ઊર્જાનાં મુદ્દા પર ટેકનિકલ દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા અને વધારવા સહકારી સંસ્થાગત સંબંધ સ્થાપિત કરવાનો છે. આ એમઓયુમાં સહકારનાં ક્ષેત્રો સાથે સંબંધિત બાબતોની સમીક્ષા કરવા, તેનાં પર નજર રાખવા અને ચર્ચાવિચારણા કરવા સંયુક્ત કાર્યકારી સમિતિની સ્થાપના કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
J.Khunt