Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 2015 બાદ વિકાસનો એજન્ડા અપનાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર શિખર સંમેલનને સંબોધિત કરશે


શ્રી મોદી ઘણા દેશોના નેતાઓ સાથે ન્યૂયોર્ક શહેરમાં દ્વીપક્ષીય બેઠક કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે 25 સપ્ટેમ્બર 2015ના રોજ 2015 બાદ વિકાસના એજન્ડા અપનાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર શિખર સંમેલનને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્રમાં મહાસચિવ બાન કી મૂન સાથે મુલાકાત કરશે.

શ્રી નરેન્દ્ર મોદી વિશ્વ બેન્કના અધ્યશ્ર શ્રી જિમ યોગ કિમને પણ મળશે.

દિવસમાં પ્રધાનમંત્રી અનેક મહત્વપૂર્ણ દ્વીપક્ષીય બેઠક કરશે જેમાં જોર્ડનના શાહ, ભૂટાનના પ્રધાનમંત્રી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ, સ્વીડનના પ્રધાનમંત્રી, ઇજિપ્તના રાષ્ટ્રપતિ, સેન્ટ લૂસિયાના પ્રધાનમંત્રી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથેની બેઠક સામેલ છે.

AP/J.Khunt