પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મીડિયા અને મનોરંજનના ક્ષેત્રમાં સર્વોચ્ચ અમેરિકન મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી.
આ બેઠકમાં ન્યૂઝ કોર્પોરેશન અને 21 સેંચુરી ફોક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી રુપર્ટ મર્ડોક, 21 સેંચુરી ફોક્સના સીઇઓ શ્રી જેમ્સ મર્ડોક, ન્યૂઝ કોર્પોરેશનના સીઇઓ શ્રી રોબર્ટ થોમસન, સ્ટાર ઇન્ડિયાના સીઇઓ શ્રી ઉદય શંકર, ડિસ્કવરી કમ્યુનિકેશનના અધ્યક્ષ અને સીઇઓ શ્રી ડેવિડ જાસલેવ, સોની એન્ટરટેઇનમેન્ટના સીઇઓ શ્રી માઇકલ લિંટન, ઇન્ટર પબ્લિક ગ્રૂપ ઓફ કંપનીઝના સીઇઓ શ્રી માઇકલ રોથ, વાઇસ મીડિયાના સીઇઓ શ્રી શેન સ્મિથ, ડબ્લ્યુપીપીના સીઇઓ શ્રી માર્ટિન સોરેલ, ટાઇમ વોર્નરના સીઇઓ શ્રી જેફ બ્યૂકેસ, એ એન્ડ ઇ નેટવર્ક્સની સીઇઓ નેન્સી ડુબુક, વિસી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી એન્થોની પ્રેટ, રુટ વન ઇન્વેસ્ટમેન્ટ કંપનીના શ્રી વિલિયમ ડુહામેલ અને વેલ્યૂ એક કેપિટલના સીઇઓ શ્રી જેફ ઉબેન સામેલ હતા.
મુખ્ય કાર્યકારી અધિકારીઓએ પ્રધાનમંત્રીના ઉર્જાવાન તથા ગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરી અને ભારતના ભવિષ્ય અંગે આશાવાદી દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો. મુખ્ય કાર્યકારી અધિકારી વિશેષ રીતે ડિઝીટલ ઇન્ડિયા પહેલ દ્વારા ભારતમાં ચાલી રહેલા ડિઝિટલ પરિવર્તન અંગે ઉત્સાહિત હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાની વર્તમાન મજબૂત સ્થિતિથી આ ક્ષેત્રમાં વૃદ્ધિને ગતિ મળી છે.
મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ઝડપથી ટેલિવિઝન ડિઝિટલીકરણ કરવા અને સેલ્યૂલર (મોબાઇલ) પાયાને મજબૂત કરવાનો આગ્રહ કર્યો હતો.
પ્રધાનમંત્રી અને મુખ્ય કાર્યકારી અધિકારીઓએ જાણ્યું હતું કે હાલના દિવસોમાં ટેક્નોલોજી અને મીડિયામાં પરિવર્તનથી જ્ઞાન ઝડપથી સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યું છે. પ્રધાનંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વ અત્યારે ટેક્નોલોજી ચલિત યુગમાં છે, જ્યાં ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિ સમાન જ ડિઝિટલ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરની પ્રગતિ મહત્વપૂર્ણ છે. તેમણે મુખ્ય કાર્યકારી અધિકારીઓને સલાહ આપી હતી કે ભારત તેમના માટે સૌથી મોટી તક અને સૌથી મોટો પડકાર છે તથા તેમણે અપીલ કરી હતી કે ભારતમાં રોકાણની યોજના તૈયાર કરતી વખતે તે ક્ષેત્રીય ભાષાઓને ધ્યાનમાં રાખે. તેમણે 600,000 ગામોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી દ્વારા જોડવાની પોતાની સરકારની પરિકલ્પના અંગે જણાવ્યું હતું. તેમણે મુખ્ય કાર્યકારી અધિકારીઓને જણાવ્યું હતું કે તે 21મી સદીના નાગરિકો વિશે વિચારે કે તેમના શું મૂલ્ય હશે એ શું પડકારો હશે. તેમણે માનવ સંસાધન વિકાસમાં ડિઝિટલ ટેક્નોલોજીની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે જનતંત્રને વધારે મજબૂત બનાવવા તથા દેશના વિકાસમાં ડિઝિટલ ટેક્નોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
AP/J.Khunt
PM @narendramodi at the round table on media, technology and communication. pic.twitter.com/dvSf0CIgxQ
— PMO India (@PMOIndia) September 24, 2015
Met top American CEOs from media & entertainment sector. They were enthusiastic about the change @_DigitalIndia initiative in driving.
— Narendra Modi (@narendramodi) September 25, 2015