Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહારના મુખ્યમંત્રી સાથે રાજ્યમાં પૂરની સ્થિતિના સંબંધમાં વાત કરી; બિહાર સરકારને તમામ સાથસહકારની ખાતરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સાથે સંબંધિત વાત કરી છે.

પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું હતું કે, કેન્દ્ર સરકારે પૂરની વિકટની સ્થિતિને હળવી કરવા બિહારની રાજ્ય સરકારને તમામ પ્રકારના સાથસહકારની ખાતરી આપી છે અને સ્થિતિ પર બારીક નજર રાખવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મારા વિચારો બિહારના વિવિધ વિસ્તારોમાં પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે છે. સ્થિતિ પર સતત બારીક નજર રાખવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારે પૂરની સ્થિતિને હળવી કરવા બિહાર સરકારને શક્ય તમામ સાથસહકારની ખાતરી આપી છે. એનડીઆરએફની ટીમો બિહારમાં રાહત અને બચાવમાં કાર્યમાં લાગેલી છે.”

TR/GP