પીએમઇન્ડિયા

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના ચૂંટાયેલા પ્રમુખ તથા સ્લોવાક રીપબ્લીકના વિદેશ અને યુરોપિયન બાબતોના મંત્રી શ્રી મિરોસ્લાવ લેજકક આજે શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રની 72મી સાધારણ સભાના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ શ્રી મિરોસ્લાવ લેજકકને અભિનંદન આપ્યા હતા. આ બેઠક દરમિયાન તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે સંયુક્ત રાષ્ટ્રની આગામી 72મી સાધારણ સભા માટે મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ તેમને તેમની નવી જવાબદારીનું વહન કરવામાં ભારતના સંપૂર્ણ અને રચનાત્મક સાથસહકારની ખાતરી આપી હતી.
બંને મહાનુભાવોએ આતંકવાદ, સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા, સ્થાયી વિકાસના લક્ષ્યાંકો અને આબોહવામાં ફેરફાર સહિત વિશ્વ માટે પડકારજનક મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્રની કામગીરીને મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી.
AP/J.Khunt/TR/GP
Met Mr. @MiroslavLajcak, President Elect of the UNGA. pic.twitter.com/lu2Jcr8yOk
— Narendra Modi (@narendramodi) August 28, 2017