Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મુંબઈ અને આસપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ પર મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી સાથે વાત કરી; કેન્દ્રનાં શક્ય તમામ સાથસહકારની ખાતરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુંબઈ અને તેની આસપાસનાં વિસ્તારોમાં મુશળધાર વરસાદને પગલે ઊભી થયેલી સ્થિતિ પર વાત કરી છે. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર સરકારને રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સ્થિતિને હળવી કરવા કેન્દ્ર સરકારનાં તમામ સાથસહકારની ખાતરી આપી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુંબઈ અને તેની આસપાસનાં વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ પર વાત કરી હતી. મહારાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિને હળવી કરવા કેન્દ્ર સરકારે શક્ય તમામ સાથસહકારની ખાતરી આપી છે. મુંબઈ અને આસપાસનાં વિસ્તારનાં લોકોને સલામત રહેવા અને ભારે વરસાદમાં આવશ્યક તમામ સાવચેતી રાખવા અપીલ કરું છું.”

*****

J.Khunt/TR