Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રીલંકાના વિદેશ મંત્રી શ્રી તિલક મારાપના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા


શ્રીલંકાના વિદેશ મંત્રી શ્રી તિલક મારાપનાએ આજે બપોરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઔપચારિક મુલાકાત લીધી હતી.

વિદેશ મંત્રી તિલક મારાપના ભારતની ત્રણ દિવસની દ્વિપક્ષીય મુલાકાતે આવ્યા છે.

પ્રધાનમંત્રીએ શ્રી તિલક મારાપનાને શ્રીલંકાના વિદેશ મંત્રી તરીકે નવી જવાબદારી ધારણ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ ચાલુ વર્ષે મે મહિનામાં આંતરરાષ્ટ્રી વૈશાખ દિવસ પર તેમની ફળદાયક મુલાકાતને યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ શ્રીલંકા સાથે ભારતના સંબંધોના મહત્ત્વની પુષ્ટિ કરી હતી. બંને દેશો વિસ્તૃત અને ગાઢ સંબંધ ધરાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કામ કરવા આતુર છે.

*****
TR