Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તા.1 જુલાઈ, 2017થી અમલમાં આવે તે રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારાનું 1 ટકા મોંઘવારી ભથ્થુ અને પેન્શનરોને મોંઘવારીમાં રાહત


પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વધારાનું 1 ટકા મોંઘવારી ભથ્થુ (DA) આપવાના તથા પેન્શનરોને મોંઘવારીમાં રાહત (DR) આપવાના નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી છે, જે તા.1-7-2017થી અમલી બનશે.

મોંઘવારી ભથ્થાનો વધારાનો હપ્તે છૂટો કરવાથી હાલના મૂળ પગાર/ પેન્શનના 4 ટકાના દર ઉપરાંત 1 ટકાનો વધારો થશે અને તેનાથી ભાવ વધારા સામે રાહત મળશે. આ વધારો કેન્દ્ર સરકારના 7મા પગાર પંચ દ્વારા સ્વિકૃત ફોર્મ્યુલા મુજબ કરવામાં આવ્યો છે.

મોંઘવારી ભથ્થુ અને મોંઘવારીમાં રાહતને પરિણામે સરકારી તિજોરીને નાણાંકિય વર્ષ 2017-18માં (જુલાઈ 2017 થી ફેબ્રુઆરી 2018 સુધીના 8 માસના ગાળા દરમિયાન જે સંયુક્ત અસર થશે તે અનુક્રમે વાર્ષિક રૂ.3068.26 કરોડ અને રૂ.2045.45 કરોડની રહેશે. આ નિર્ણયને પરિણામે 49.26 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 61.17 લાખ પેન્શનરોને લાભ થશે.

NP/J.Khunt/TR/GP