પીએમઇન્ડિયા
રાષ્ટ્રપતિ ઓબામા,
મીડિયાના પ્રતિનિધિગણ,
ન્યૂયોર્કમાં રાષ્ટ્રપતિ ઓબામા સાથે મુલાકાત કરવી એ પરમ સૌભાગ્યની વાત છે. આ બેઠકના આયોજન બદલ આભાર.
હું તમારી મિત્રતા અને બન્ને દેશ વચ્ચેના સંબંધ પ્રત્યેના તમારા વિઝન અને પ્રતિબદ્ધતાને ખૂબ મહત્વ આપું છું.
આપણે સંયુક્ત સહયોગ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં મહત્વપૂર્ણ પ્રગતિ મેળવી છે.
સપ્તાહના અંતે હું સિલિકોન વેલીમાં હતો. મને ત્યાં નવા વિચાર અને ઉદ્યમની શક્તિનો અનુભવ થયો, જેણે અમેરિકાની સફળતાનો પાયો મુક્યો છે.
આપણા સંબંધોને આગળ વધારનારા – યુવા, પ્રૌદ્યોગિકી અને નવાચાર તથા માનવ પ્રગતિને આગળ વધારનારા ભારતીયો અને અમેરિકનોની સહજ ભાગીદારીનું પણ મેં અવલોકન કર્યું છે. કેલિફોર્નિયા અમને એ બાબતની યાદ અપાવે છે કે ભારત અને અમેરિકા ગતિશીલ એશિયા પ્રશાંત ક્ષેત્રનો ભાગ છે.
વિશ્વ આજે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને જે વૈશ્વિક પડકારો આપણી સામે છે, તેમની વચ્ચે આપણી ભાગીદારી, આપણા માટે અને વિશ્વ માટે અનેકગણી મહત્વપૂર્ણ છે.
જળવાયુ પરિવર્તનનો સામનો કરવા અને પ્રકૃતિનાં સંરક્ષણ સહિત સતત વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આપણે નવાચાર અને પ્રાદ્યોગિકી લાગૂ કરી શકીએ તેમ છીએ.
રાષ્ટ્રપતિ અને હું માનવતાના વિકાસની મહત્વાકાંક્ષાઓની અમારી યોગ્યતાઓને પ્રભાવિત કર્યા વગર જળવાયુ પરિવર્તન માટે અટલ પ્રતિબદ્ધતા રાખીએ છીએ. અમે બન્નેએ મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય એજન્ડા નક્કી કર્યાં છે.
ભારતમાં, અમારા ઉપાયોમાં ફક્ત વર્ષ 2022 સુધી 175 જી ડબલ્યૂ નવીનીકરણ ઊર્જા સાંકળવાની યોજનાનો સમાવેશ નથી થયો, પણ વિકાસની રણનીતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે આપણને વધારે ટકાઉ ઉર્જા સંમિશ્રણના પ્રત્યે પરિવર્તનમાં સક્ષમ બનાવશે. આ અભ્યાસ આપણે આપણી સંસ્કૃતિ અને પરંપરાની ભાવનાથી નહીં પરંતુ આ ગ્રહના ભવિષ્ય માટે આપણી પ્રતિબદ્ધતાને કારણે પણ કરી રહ્યાં છીએ.
ઊર્જાના ક્ષેત્રમાં આપણી વિલક્ષણ દ્વિપક્ષીય ભાગીદારી સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જા અને ઊર્જાની દક્ષતા પર કેન્દ્રીત છે.
સ્વચ્છ ઊર્જાના સસ્તા સ્રોતોના વિકાસ માટે વૈશ્વિક સાર્વજનિક ભાગીદારી કાયમ કરવા માટેના મારા આહવાન પ્રત્યે રાષ્ટ્રપતિ ઓબામાની સકારાત્મક પ્રતિક્રિયા માટે હું એમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું, જેમાં આપણે દુનિયાભરમાં સ્વચ્છ ઊર્જાનો ઝડપથી સ્વીકાર કરાવવામાં સક્ષમ બનીશું.
એ લક્ષ્યને આગળ વધારવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે. સાથે જ એવી વ્યવસ્થાઓ પણ તૈયાર કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે જેનાથી એની વાજબી હોવાની સાથે સાથે એની પહોંચ પણ અત્યંત જરૂરિયાતમંદ લોકો સુધી કાયમ કરવું સુનિશ્ચિત થઇ શકે.
આપણે જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે સકારાત્મક એજન્ડા સાથે પેરિસમાં સમગ્ર અને નક્કર નિષ્કર્ષ મળે તેની રાહ જોઇશું, જે વિકાસશીલ દેશો, ખાસ કરીને ગરીબ દેશો અને નાના દ્વીપ રાષ્ટ્રો માટે આર્થિક અને પ્રૌદ્યોગિકીની પહોંચ કાયમ કરવા તરફ પણ ધ્યાન કેન્દ્રીત કરે છે.
સુધાર પછી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની કામયી સદસ્યતા માટે પણ અમેરિકાના સમર્થન બદલ હું રાષ્ટ્રપતિ ઓબામા પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. સુધાર પ્રક્રિયાને નિર્ધારિત સમય અવધિમાં પૂર્ણ કરાવવા માટે પણ મેં અમેરિકાથી સહાય માગી છે.
આંતરરાષ્ટ્રીય નિકાસ નિયંત્રણ વ્યવસ્થાઓમાં અમારી લક્ષિત સમયસીમાની અંદર ભારતની સદસ્યતા માટે અમેરિકાના સતત મળી રહેનારા સમર્થન પ્રત્યે પણ હું આભારની લાગણી વ્યક્ત કરું છું.
આપણી ભાગીદારી રણનીતિક અને સુરક્ષાથી સંબંધિત આપણી વ્યાપક ચિંતાઓને દૂર કરે છે. રક્ષા વ્યાપાર અને પ્રશિક્ષણ સહિત આપણા રક્ષા સહયોગનો વિસ્તાર વ્યાપક બની રહ્યો છે. વર્તમાન આતંકવાદનો જોખમ વધી રહ્યો છે અને નવું આતંકવાદ વધી રહ્યું છે તેવામાં આપણે આતંકવાદ અને કટ્ટરવાદથી લડવા માટે આપણા સહયોગને વધારવો પડશે. અમે હાલમાં જ સાયબર સુરક્ષા સંવાદને સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે.
અફઘાન જનતાને આતંકવાદનો સામનો કરવા માટે તથા શાંતિપૂર્ણ સ્થિર અને સમૃદ્ધ ભાવિ રાષ્ટ્ર બનાવવા માટે સહાયતા આપવા માટે અમે પોતપોતાના વિચાર-વિમર્શ અને સહયોગને વધારે સશક્ત બનાવવા પર સંમતિ વ્યક્ત કરી છે.
હું એશિયા, પ્રશાંત અને હિન્દ મહાસાગર ક્ષેત્રો પર આપણા સંયુક્ત સામરિક વિઝનને આકાર આપવાની દિશામાં થયેલી પ્રગતિ અને જાપાન જેવા આપણા ક્ષેત્રીય ભાગીદાર સાથે સંયુક્ત સંપર્કનું પણ સ્વાગત કરું છું. તેનાથી દરિયાઈ સુરક્ષા સહયોગ વધારે મજબૂત બનશે.
ક્ષેત્રમાં સામરિક સંપર્ક વધારવા માટે, હું એશિયા પ્રશાંત આર્થિક સમુદાયમાં ભારતની જલ્દી સદસ્યતા માટે અમેરિકા સાથે કામ કરવા માટે રાહ જોઇ રહ્યો છું.
આપણી આર્થિક ભાગીદારી આપણા સંબંધોની પ્રમુખ સંચાલક છે, ન્યૂયોર્ક અને સેન હોસેમાં અગ્રણી ઉદ્યોગપતિઓ સાથેની મારી બેઠકો ખૂબ સારી રહી છે. ભારત પ્રત્યેના તેમના વિશ્વાસથી હું ખૂબ પ્રસન્ન છું અને તેમના રચનાત્મક પ્રતિક્રિયા અને સૂચનોને ખૂબ મહત્વ આપું છું.
આપણે દ્વિપક્ષીય મૂડીરોકાણ સંધિ અને ટોટલાઇઝેશન એગ્રીમેન્ટ સહિત આર્થિક સહયોગના સશક્ત દ્વિપક્ષીય માળખાની દિશામાં પણ કામ કરતા રહીશું.
અમેરિકામાં આ બેઠક અને મારા સંપર્કોએ આપણા સંબંધોની અભૂતપૂર્વ ઊંડાણ અને વિવિધતાને રજૂ કરી છે.
આપણી કેટલીક તાત્કાલિક પ્રાથમિકતાઓ સાથે આપણી વ્યાપક રણનીતિક ભાગીદારીને આગળ વધારવાની દિશામાં અમારી આજની બેઠક ખૂબ ફળદાયી રહી છે.
આભાર.
AP/J.Khunt/GP
I thanked President Obama for U.S. support for India's permanent membership of a reformed UN Security Council: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2015
Our partnership addresses a broad range of strategic and security concerns: PM @narendramodi https://t.co/tv6LVAraUe
— PMO India (@PMOIndia) September 28, 2015
My meeting with @POTUS focussed on advancing some of our immediate priorities & our broader strategic partnership. pic.twitter.com/H3CkoEzvEH
— NarendraModi(@narendramodi) September 28, 2015
During the meeting, @POTUS & I discussed trade, climate change, energy & defence cooperation. http://t.co/oeg59d4Ct2 @WhiteHouse
— NarendraModi(@narendramodi) September 28, 2015