Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

યુનોની સલામતિ સમિતિમાં સુધારણા અંગે જી-4 દેશો – બ્રાઝીલ, જર્મની, ભારત અને જાપાનના નેતાઓની બેઠકમાં સંયુક્ત અખબારી નિવેદન

યુનોની સલામતિ સમિતિમાં સુધારણા અંગે જી-4 દેશો – બ્રાઝીલ, જર્મની, ભારત અને જાપાનના નેતાઓની બેઠકમાં સંયુક્ત અખબારી નિવેદન

યુનોની સલામતિ સમિતિમાં સુધારણા અંગે જી-4 દેશો – બ્રાઝીલ, જર્મની, ભારત અને જાપાનના નેતાઓની બેઠકમાં સંયુક્ત અખબારી નિવેદન

યુનોની સલામતિ સમિતિમાં સુધારણા અંગે જી-4 દેશો – બ્રાઝીલ, જર્મની, ભારત અને જાપાનના નેતાઓની બેઠકમાં સંયુક્ત અખબારી નિવેદન


26મી સપ્ટેમ્બર, 2015ના રોજ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, બ્રાઝિલના પ્રમુખ સુમી ડિલ્મા રૂસ્સેફ, જર્મીના ચાન્સેલર સુશ્રી એન્જેલા મેરકેલ અને જાપાનના પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો અબેને, ન્યૂયોર્કમાં જી-4 દેશોની બેઠક માટે નિમંત્રીત કર્યા હતા.

જી-4 દેશોના નેતાઓએ તાજેતરનાં વર્ષોમાં ઉભા થયેલા વૈશ્વિક સંઘર્ષો અને કટોકટીઓના ઉકેલ માટે વધુ પ્રતિનિધિત્વ ધરાવતા કાયદેસરની અને અસરકારક સલામતી સમિતિની આજે સૌથી વધુ જરૂર વર્તાતી હોવા ઉપર ભાર મૂક્યો હતો. એમણે એવો મત વ્યક્ત કર્યો હતો કે આ બાબત 21મી સદીની આંતરરાષ્ટ્રીય સમાજની વાસ્તવિકતાઓનું પ્રતિબિંબ પાડીને સિદ્ધ કરી શકાય એમ છે, જ્યાં વધુ સભ્ય દેશો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી સંબંધમાં મુખ્ય જવાબદારીઓ ઉઠાવવાની શક્તિ અને ઈચ્છા ધરાવે છે.

આ સંદર્ભમાં આ નેતાઓએ ચિંતા સાથે એ બાબતની નોંધ લીધી હતી કે, 2005ની વિશ્વ શિખર પરિષદ, જેમાં તમામ દેશો અને સરકારોના વડાઓએ વિશ્વસંસ્થા યુનોની સુધારણાના એકવાર પ્રયાસોના આવશ્યક ભાગ તરીકે સલામતી સમિતિમાં વહેલી તકે સુધારણા કરવાની બાબતને સર્વાનુમતે ટેકો આપ્યો હતો એ પછી આ દિશામાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. એમણે યુનોની સલામતી સમિતિની સુધારણા માટે એક પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે એને નિશ્ચિત સમય મર્યાદામાં તાકીદે હાથ ધરવા ઉપર ભાર મૂક્યો હતો.

આ નેતાઓએ, 69મી મહાસભાના પ્રમુખની ગતિશીલ નેતાગીરી તથા આંતર-સરકારી વાટાઘાટોના અધ્યક્ષના, મંત્રણાઓ માટેની પ્રક્રિયા આગળ ધપાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. એમણે, આંતર સરકારી વાટાઘાટો માટે આઈજીએનમાં વાટાઘાટો માટે, 69મી મહાસભાના પ્રમુખ દ્વારા એમના 31મી જુલાઈ, 2015ના પત્રમાં રજૂ કરાયેલા વિગતવાર પાડ-નોંધનો ઉપયોગ કરવા માટે સલામતી સમિતિ દ્વારા વિશાળ મતથી અપનાવાયેલા – પાસ કરાયેલા નિર્ણય નં. 69/560નું સ્વાગત કર્યું હતું એમણે 70મી મહાસભાના પ્રમુખને ટેકો પૂરો પાડવાનું અને એમની સાથે સહકાર કરવાનું પણ લીધું હતું. પાઠ આધારિત વાટાઘાટોની દિશામાં આગળ વધવાના સભ્ય દેશોના પ્રયાસોની આ નેતાઓએ પ્રશંસા સાથે નોંધ લીધી હતી. એમણે ખાસ કરીને આફ્રિકન ગ્રુપ, કેરિકોમ અને એલ-69 ગ્રુપના સભ્ય દેશો દ્વારા કરાયેલા પ્રયાસોને આવકાર્યા હતા. એમણે સલામતી સમિતિના કાયમી તેમજ બિનકાયમી સભ્યપદમાં આફ્રિકાના પ્રતિનિધિત્વને ટેકો આપ્યો હતો. એમણે એક વધુ વિસ્તારવામાં આવેલી અને સુધારણા પછીની સલામતી સમિતિમાં નાના વિકાસશીલ ટાપુ દેશો સહિત, નાના અને મધ્યમ સભ્ય દેશોના એકધારા પ્રતિનિધિત્વની મહત્વની નોંધ લીધી હતી.

આ નેતાઓએ આ વાત ઉપર ભાર મૂક્યો હતો કે એક વિસ્તારેલી અને સુધારણા પછીની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ માટે જી-4 દેશો યોગ્ય ઉમેદવારો છે. એમણે યુનોના ખતપત્ર – ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોને પરિપૂર્ણ કરવા માટેના એમના પ્રયાસોને ચાલુ રાખવાનો એમનો નિર્ધાર દોહરાવ્યો હતો. સલામતી સમિતિમાં વહેલી તકે અને અર્થપૂર્ણ સુધારાઓ સિદ્ધ કરવા માટે તમામ સભ્ય દેશો સાથે મળીને કામ કરવાનું તથા આ દિશામાંના પ્રયાસો વેગીલા બનાવવાનું પણ લીધું હતું. યુનોની મહાસભાના 70માં અધિવેશન દરમિયાન આ સંબંધમાં નક્કર પરિણામો હાંસલ કરવા માટે પોતાના પ્રયાસો બેવડાવવાનો એમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

AP/J.Khunt/GP